________________ 216 હું આત્મા છું - પ્રભુ મહાવીરને થયાં આજે 2500 થી પણ વધારે વર્ષ થયાં છતાં આજે તેમને યાદ કરીએ છીએ. પ્રભુનાં ગુણગાન ગાઈએ છીએ. શા માટે? આપણું બે-ચાર પેઢી પહેલાં થયેલાં પૂર્વ જે આપણને યાદ નથી પણ હજારો વર્ષ પહેલાં થયેલા જીનેશ્વરને યાદ કરીએ છીએ? શા માટે? એમણે આપણને શું આપ્યું ? ભૌતિકદષ્ટિએ તે કશું નથી આપ્યું પણ જીવનને સુખ-શાંતિમય બનાવવાની દષ્ટિ એમણે આપી. જીવનનું મૂલ્ય સમજાવી, આ માનવ ભવને સાર્થક કરવાની રીત એમણે જ બતાવી. આપણે સહુ આજે એક પ્લેટફોર્મ પર ઊભા છીએ તે પણ તેમની અસીમ કરૂણાનાં કારણે, આપણાં પર અનંત-અનંત ઉપકાર પ્રભુએ કર્યો છે. એવા પ્રભુનું જન્મ વાંચન કરી એમનામાં રહેલ વિશેષતાઓનું સમરણ કરવું છે આજે ! તેઓ જે આધ્યાત્મિક ઉત્થાન કરી ગયા, જે રીતે ભવભવનાં ભ્રમણથી આત્માને મુક્ત કર્યો એ રીતે આપણે પણ અનંત જન્મ-મરણનાં ચકમાંથી છૂટકારો મેળવે છે. તેઓ જ્યાં પહોંચ્યા ત્યાં આપણે પહોંચવું છે. એક વાત અહીં સમજવા જેવી છે. અન્ય ધર્મ પરંપરાના પ્રભાવે આપણે પણ કહીએ છીએ કે મહાવીરનાં આત્માનું અહીં અવતરણ થયું. પણ ના, આપણે અવતારવાદમાં વિશ્વાસ નથી કરતાં. અવતાર એટલે નીચે ઉતરવું. જ્યાં છે ત્યાંથી નીચે ઉતરે તેને અવતરણ કહેવાય. આપણું તીર્થકરેને અવતાર નથી હોતે પણ ઉત્તાર થાય છે અર્થાત્ એ ઉપર ચડે છે. અનંતકાળનાં ભ્રમણમાં જેટલી ઊંચાઈ પર ન પહોંચ્યા હોય એટલી ઊંચાઈ પર આ ચરમ ભવમાં પહોંચે છે. તીર્થકરેને આ છેલ્લે ભવ હોય છે. આ ભવની ચરમ કેટીની, પરમોચ્ચ આરાધના વડે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પામી જાય છે અને સર્વ કર્મથી મુક્ત થઈ લેકાણે જઈ સ્થિર થઈ જાય છે. ત્યાંથી તેઓને દ્રવ્યથી કે ભાવથી નીચે ઉતરવાનુ હેતું નથી. માટે તીર્થકરેને અવતાર ગણાતું નથી. બંધુઓ ! આપણે ચરમ તીર્થકર, ત્રિલેકીનાથ, ગેલેક્ય પ્રકાશક, શાસન પ્રભુ મહાવીરનાં જન્મનું વાંચન આજે આપણે કર્યું. દર વર્ષે કરીએ છીએ. તેમનાં જીવનની કથા પણ જાણીએ છીએ પરંતુ હું તે