________________ પ્રગટયો ભાણ 215 - સંસ્કાર શું ? ધર્મની તે એસી તૈસી! મેં સાંભળ્યા છે મારા વ્યાપારી ભાઈઓને કહેતાં! તેને બીઝનેસ માટે કઈ ઓફિસર સાથે, વ્યાપારી સાથે, મેટાં ગ્રાહકે સાથે ચર્ચા-વિચારણા કરવી હોય તે નેનવેજ હોટેલમાં લઈ જાય. ત્યાં પિતે પીએ ને પેલાઓને પીવરાવે. કામ કઢાવે. એ લેકે કહેતાં હોય છે કે બીઝનેશ માટે અમારે આમ કરવું જ પડે! ચાલે જ નહીં. પણ હું કહું છું બેટા છે તમે! શા માટે જાતને છેતરે છે? અમે એવા પણ આપણું વ્યાપારી ભાઈઓને ઓળખીયે છીએ કે તેઓ પિતાનાં ધર્મ અને સિદ્ધાંતના પાલનમાં મકકમ છે. પીતા નથી અને પાતાય નથી, ખાતા નથી ને ખવરાવતા નથી. તે પણ સારી રીતે બંધ કરી શકે છે. અરે! એટલું જ નહીં પણ એ ન પીએ તે સામા વાળે ફેસ તે ન કરે પણ તેને રીસપેકટ આપે છે. માનની દષ્ટિથી જુએ છે! એવા માણસો પણ પડયા છેઆ યુગમાં. વર્ષોથી ફેરેન રહેતાં હોય છતાં ખાતા–પીતા ન હોય! હમણાં જ મેં South નાં જ એક મોટા વ્યાપારીની વાત સાંભળી. તેમને કેબલની ફેકટરી છે. તેઓ ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમને બહુ મેટે સોદો કરવાને હતે પણ પીવાની વાત આવી, સામાવાળા માનવા તૈયાર ન થયા. તે સદે જાતે કર્યો એ ભાઈ કહે છે કે ચારિત્ર વેચીને ધન નથી કમાવવું ! બંધુઓ બહુજ વિચારણીય છે આ પ્રશ્ન. આજે તમે આ કરી છે કાલે તમારા સંતાને શું કરશે ? તમે તમારી ભાવી પેઢીને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે ! માત્ર પૈસે કમાવ તે જ જીવનનું ધ્યેય નથી. ચારિત્ર ન હોય! સંસ્કાર ન હોય! તેવા ધનથી શું ? માટે પ્રથમ સદાચાર માટે અંતરમાં દઢતા કેળવે. ગમે તે લાભ હશે કે ગમે તેવું નુકશાન હશે સદાચારનાં ધોરણમાં એક તસુ ભાર પણ ફરક નહીં પડવા દઉં. સર્વસ્વ ગુમાવીશ પણ મારા ચારિત્રને તે પવિત્ર જ રાખીશ! આવા ભાવ જન્મા અંતરમાં! ભગવાન મહાવીરના ઉપાસક છે! પ્રભુનાં સપૂતે છે! ભગવાને જે કર્યું તેમાંનું થોડું તે કરી લઈએ!!