________________ વીરનું વીરત્વ 225 અને ત્યારથી મહાવીરનાં નામે એ પ્રસિદ્ધ થઈ ગયા. આપણે પણ તેમને મહાવીરનાં નામે જ ઓળખીએ છીએ. બંધુઓ ! મહાવીરની એ કરૂણા હતી, તેને સર્વ શરીરમાં આત્માનાં દર્શન થતાં હતાં. વળી આત્મવત્ સર્વ ભૂતેષુ જે પિતાને આત્મા એ જ અન્યને આત્મા. તેઓ સાપ સાથે આ કૂરતાને વ્યવહાર કરી જ કેમ શકે? છતાં પ્રશ્ન એ છે કે તે આ વાતની પરંપરા ચાલી કેમ ? આજ સુધી આપણે આમ જ સાંભળતા આવ્યા છીએ ? શું કારણ ? તેનું પણ કારણ છે જરા સૂક્ષમતામાં જઈ વિચાર કરીએ. ભારતમાં અનેક ધર્મ–પરંપરા છે. ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ છે. એક સંસ્કૃતિને પ્રભાવ અન્ય સંસ્કૃતિ પર પડયા વિના ન રહે. હિન્દુ પરંપરામાં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ જમનાના જળમાં જઈ કાળીનાગને નાથ્ય. નાગનું દમન કર્યું. અને બાલ્યવયમાં જ પિતાની શુરવીસ્તાને પરિચય આપે. જ્યારે આ કહાની જેતે સામે આવી ત્યારે કેઈ કે વિચાર્યું હશે કે કૃષ્ણ આવું સાહસ અને નિર્ભયતા બતાવી શકે તે શું આપણું મહાવીર કંઈ ઓછા હોય ! તેમનામાં શક્તિ અને સાહસ ન હતાં શું ? નિર્ભયતા ન હતી શું ? તે તેમણે જેડી કાઢયું કે મહાવીર તે વિના શએ એક હાથથી ભયંકર વિષધરને ઉછાળી દૂર ફેંકી દઈ શકે એવી શક્તિ ધરાવતાં હતાં, ગ્રન્થના આ પ્રસંગમાં આ રીતે ઓપ આપવામાં આવ્યું અને કથા પ્રચલિત થઈ ! પણ બંધુઓ ! જેનું રેમ-જેમ કરૂણાથી ભર્યું છે તે અહિંસાના પૂજારી મહાવીર આવી ક્રૂરતા આચરી જ ન શકે. આવી જ એક બીજી વાત. એક દેવ, બાળકનું રૂપ લઈને મહાવીર તથા અન્ય બાળક સાથે રમી રહ્યાં છે ત્યાં રમવા આવ્યું. પિતે હારી ગયે અને મહાવીરને પિતાનાં ખભા પર બેસાડયા. મહાવીર બેઠાં એટલે તેમને ડરાવવા માટે પોતાનું રૂપ વિકરાળ અને બિહામણું બનાવ્યું. પણ એ શાના ડરે. એમણે તે જોરથી એક મુષ્ટિને પ્રહાર દેવનાં માથા પર કર્યો અને દેવ અધું જમીનમાં ઘુસી ગયો ! ભાગ-૩-૧૫