________________ 223 વિરનું વીરત્વ આ પ્રસંગને આપણે યથાર્થતામાં સમજીએ. બન્યું એવું કે વર્ષમાનના જન્મ પછી તેનાં બાલ્યકાળનાં સાહસ અને શૌર્ય, બલ અને પરાક્રમની યશોગાથા ચારે બાજુ ફેલાઈ. તે સ્વર્ગલેક સુધી પહોંચી. એકવાર સભામાં દેવરાજ ઈન્દ્ર મૃત્યુલેકનાં આ અસાધારણ બાળકની વિશેષતાની પ્રશંસા કરે છે. સાંભળી સહુ દેવે હરખાયા. પણ સંગમ નામના એક દેવને એમ થયું. કેવી જુઠ પ્રશંસા ? સ્વર્ગ દેવતાની તુલનામાં મૃત્યુ લેકને માનવ ઊભે જ ન રહી શકે ! સંગમના અંતરમાં ઈર્ષ્યા જાગૃત થઈ. ઈષ્ય તત્વ ત્રણે લોકમાં સમાનરૂપથી વ્યાપ્ત છે. પિતાને ગમે તેટલું મન્યા પછી બીજે એનાથી ચડિયાતે કેમ કહેવાય. એ સહન ના થાય અને ઈર્ષ્યા જાગે જ, જાગે. સંગમે આ અખા બાળકની પરીક્ષા લેવા ઘાયું. જેઉ કેવી શક્તિ છે, કેવું સાહસ છે. કેવી વિશેષતા છે એનામાં? સંગમ ભયંકર વિકરાળ મેટા સપનું રૂપ લઈને આ બાળકે રમતાં હતાં ત્યાં આવ્યું. બાળકે ઝાડની ડાળીઓ પકડી-પકડી બેઠાં હતાં. સાપને જોઈ સહુ બાળકે ડર્યા. ભયભીત થઈ ભાગી છુટયાં. જયારે વર્ધમાન બિલકુલ નિર્ભયતાથી સાપ જે ડાળ પર હતું તેની સામેની ડાળ પર બેઠાં. અવધિજ્ઞાનની શકિત ધરાવનાર વર્ધમાન જાણું ગયા હતા કે આ સાચે સાપ નથી. સાપનું રૂપ ધારણ કરી દેવ આવ્યા છે. તેથી સામે બેસીને તેની સાથે વાત કરે છે નાગરાજ ! કેવા સુંદર છે તમે ? મને તમારું સૌંદર્ય બહુ પ્રિય લાગે છે. ચાલે આપણે બન્ને રમશું?” બંધુઓ! તમને થશે આ તે કલ્પના માત્ર! શું આવું બની શકે? આઠ વર્ષને બાળક આવી નિર્ભયતા દાખવી શકે? હા, હું તમને એક સામાન્ય બાળકીની વાત કહું. ઉટી પાસે કુનુરમાં એક જૈન પરિવાર રહે છે તેની લગભગ 14-15 વર્ષની દિકરીનાં હૃદયમાં પશુ-પંખી, જંતુઓ પ્રત્યે એટલે પ્રેમ છે કે આપણે કલ્પના ન કરી શકીએ. જે જતુઓને જોઈ મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષ ડરે કે દુર ભાગે તેની સાથે તે રમે. દીવાલ પર ચાલી જતી ગોળીને ધીરેથી પકડે. તેને પંપાળે. તેને ચૂમે, અને