________________ 212 હું આત્મા છું આ સંસારમાં સેંકડો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે. પણ હું મા! તારા જેવા અનુપમેય પુત્રને જન્મ દેનાર માતા તે વીરલ હોય છે. જેમ ગ્રહનક્ષત્રો તારાને જન્મ આપનાર તે સર્વ દિશાઓ છે. પણ વિશ્વ પ્રકાશક સહસ રશ્મિ સૂર્યને જન્મ દેનાર માત્ર પૂર્વ દિશા જ છે. તીર્થકરની માતાની તુલના અન્ય કેઈ માતાઓ સાથે થઈ શકે નહીં. મા ત્રિશલાની કૂખ કેટલી પાવન હશે કે મહાવીર જેવા આત્માને મે ફેખમાં જન્મ લેવાનું મન થયું. બંધુઓ ! કેઈકે પ્રશ્ન પૂછ હતો કે આ કાળમાં જ્યાં પાપ વધી ગયા છે. સર્વત્ર દુઃખ અને ત્રાસ વધી રહ્યાં છે. આ કાળમાં જ સહુથી વધારે જરૂર મહાપુરુષોની છે. વળી ગીતામાં શ્રી કૃષ્ણ કહી પણ ગયા છે કે જ્યારે જ્યારે ધર્મની હાની થશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર જન્મ લઈશ. આ કાળે જેટલી હાની થઈ રહી છે એથી વધુ હવે શું હોઈ શકે ? તે અત્યારે કેમ શ્રીકૃષ્ણ અવતાર નથી લેતાં ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પણ સંકેચ અનુભવાય છે. કૃષ્ણ તે તૈયાર છે અહીં આવવા પણ એને જન્મ લેવાનું મન થાય એવી માતા તે જોઇએને ? કયાં છે એવી પવિત્ર અને સતીત્વ ધરાવતી નારી કે જેની કખે ભગવાન અવતાર લે ! ! બંધુઓ ! બહુજ શરમ જનક સ્થિતિ છે. ભારતની અસ્મિતા ઓગળી રહી છે. સંસ્કૃતિને સર્વનાશ થઈ રહ્યો છે. પશ્ચિમનાં આંધળા અનુકરણે સ્ત્રીનું શીલ અને પુરુષને ધર્મ બંનેને લૂંટી લીધા છે. કહે કયાંથી ભગવાન્ અવતરે ? આ જોતાં માતા ત્રિશલાની પવિત્રતાનું મૂલ્યાંકન કરવાનું આપણું ગજુ નથી. તેની પરમ પવિત્રતાને પુરાવો જ એ છે કે મહાવીર નવ મહિના એ કખમાં રહ્યાં, નવ મહિના સુધી ત્રિશલાએ જે સુખ અનુભવ્યું હશે કેવું હશે એ સુખ ? પૂછે માતા થનાર નારીને ! પ્રથમ બાળક ઉદરમાં આવે તે પછી નવ મહિના સુધી એ કેવી સુખાનુભૂતિ કરતી હોય છે. અને તે ય સામાન્ય બાળક ! જ્યારે આ ત્રિક પૂજ્ય, દેવાધિદેવ, ચરમ તીર્થકર માતાના ઉદરમાં પોષાય રહ્યો છે. મારે શું શું થતું હશે ! માતાએ સવા નવ મહિના સુધી અત્યંત જતન કરી એ આત્માને પિષણ આપ્યું. સમય થતાં ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં શુભ યોગ શુભ કર માં ચૈત્ર સુદ તેરસના દિવસે માતા ત્રિશલાએ શિશુને જન્મ આપ્યો.