________________ 192 હું આત્મા છું છે. અને રાજાએ વગર-વિચાર્યું કુ-કૃત્ય કરી નાખ્યું. શૈયાપાલકના કાનમાં ધગધગતું સીસુ રેડયું ! “લે સાંભળ! કર્ણનાં વિષયને શેખ છે ને સાંભળ! અને ત્રાહીમામ પોકારતે અસહ્ય પીડાને વેદ, શૈયાપાલક નેકરે છે, કશું કરી શક્યું નથી પણ અંતરમાં ભયંકર શ્રેષનાં ભાવેને સેવત ત્યાંજ મરણ પાપે ! બંધુઓ ! મહાવીરનાં આત્માએ સેવેલા ષે સમ્યક્ત્વનું વમન તે કરાવ્યું. નરકનાં આયુષ્યને બંધ કરાવ્યું અને શૈયા પાલકના આત્મા સાથે વેરનાં નિકાચિત કર્મો બંધાવ્યા. ત્રણ જાતનાં નુકશાન થયા. પૂછો આપણુ આત્માને ! જાગે છે આ અહંકાર કયારેય? આવે છે આ કોધ કયારેય? એક વખત નહીં, અનેક વખત! આપણું સમ્યગદર્શનનાં ઠેકાણા નથી. એક વાર પણ આ જીવને આ આરાધક ભાવ સ્પર્યો છે કે નહીં તે જાણતા નથી. પણ ક્રોધ અને અહંકારથી તે ઉન્મત્ત જ રહીએ છીએ. તેમાંય જે આ નેકર હાથમાં આવી જાય તે તેનું બિચારાનું તે આવી જ બન્યું. ન કહેવાના શબ્દો તે તેને કહે પણ એ તમારી સત્તાથી દબાઈને બેલી ન શકે તેને ગર્વ કરે. જોયું. એક શબ્દ પણ ન બોલી શકે. સાંભળી લીધું ચૂપચાપ. મારા પ્યારા બંધુઓ! એમ ન સમજશે કે એ કંઇ બેલી શકે નથી માટે તેનાં અંતરમાં પણ તમારા પ્રતિ કાંઈ નથી થયું ! એવા ઉગ્ર દેશનાં ભાવો એને જાગે કે તમારી સાથે મહાભયંકર વૈરાનુબંધ થઈ જાય. પછી તમે ગમે તેવા શ્રીમંત કે સત્તાધીશ કેમ ન હે. પણ તમને એ મૂકે નહીં. આ ભવમાં તમે શેઠ થયા છે અને એ તમારે નેકર છે. તેથી કંઈ થઈ શકતું નથી. તેનાથી પણ ભવિષ્યના ભવમાં એનામાં એવી તાકાત આવે કે એક નહીં અનેક ભવ સુધી એ વેરનાં કડવા ફળ તમને ચખાડયા કરે માટે જ સત્તા અને શ્રીમંતાઈના મદમાં આવી, આ ભયંકર દ્વેષ કરતાં ખ્યાલ રાખજે. કેઈ જીવ સાથે વેરાનુબંધ ન થાય તે માટે સાવધાન રહેજે.