________________ 202 હું આત્મા છું ભાવે સેવ્યા. પંદરમું આવશ્યક પદ બે વખત આવશ્યક પ્રતિક્રમણ કર્યા.. સોળમું વૈયાવચ્ચ પદ, ગુરુ-વૃદ્ધ જનેની વૈયાવચ્ચ, સેવા-શુશ્રુષા કરી. સત્તરમું સમાધિ પદ. સમભાવની યથાર્થ સાધના કરી નિરંતર સમાધિ ભાવમાં રહ્યાં. અઢારમું અભિનવ જ્ઞાનપદ નિત્ય નૂતન જ્ઞાન સંપાદનની અતીવ જિજ્ઞાસા સાથે જ્ઞાનની પ્રાપ્તિ કરતાં રહ્યાં. એગણુશમું શ્રુતપદશ્રુતની આરાધના, વશમું તીર્થ પદ–ચતુર્વિધ તીર્થની ઉપાસના. આમ નંદન મહર્ષિએ વિશે–વીશ સ્થાનકની આરાધના કરી. અને. પ્રબળ પુણ્ય ઉપાર્જન કર્યા. જો કે વશમાંથી એક અથવા બે-ત્રણ આદિ સ્થાનકની પણ યથાર્થ ઉપાસના કરનાર તીર્થકર નામકર્મ બાંધી લે છે. જ્યારે આ આત્માએ તે વીશે–વીશ સ્થાનની આરાધના કરી તીર્થકર નામ કર્મ બાંધ્યું. તીર્થકર નામકર્મ એ આઠ કર્મો પૈકીનાં નામ કર્મની એક પુણ્ય પ્રકૃતિ જ છે. વળી આ તીર્થકર નામકર્મને એક નિયમ છે કે જે ભવમાં બાંધે તે પછી ત્રીજે ભવે ચક્કસ ઉદયમાં આવે અર્થાત્ તે જીવ ત્રીજે ભવે તીર્થકર થાય જ. વચમાં એક ભવ નરક અથવા દેવકને કરે પછીનાં મનુષ્ય ભવમાં અવશ્ય તીર્થકર થાય જ. ઈતિહાસ કહે છે કે શ્રેણિક મહારાજાએ તીર્થકર નામકર્મ બાંધ્યું પણ પહેલાં નરકનાં આયુષ્યને બંધ થઈ ગયા હતા તેથી અત્યારે નરકમાં છે તે આયુષ્ય પૂર્ણ કરી આ જ ભરત ક્ષેત્રમાં આવતી વિશીમાં પ્રથમ તીર્થકર થશે. નંદન મહર્ષિએ અનેક વર્ષોની ચારિત્ર પર્યાયનું પાલન કર્યું સાથે અનેક માસખમણર્યા અને જીવનને અંતે બે મહિનાને સંથારે આવ્યા. તપશ્ચર્યા કરવી સહેલ છે પણ સંથારો કરે બહુ જ કઠિન છે. ગમે. તેવી લાંબી તપશ્ચર્યા કરનારને પારણાની આશા છે, જ્યારે સંથારો કરનારને “આજથી હવે હું જીદગી પર્યત ભોજન નહીં કરું.” એ મક્કમ નિર્ધાર કરી લેવાનું હોય છે, એ સંથારે, બે દિવસ ચાલે, બે મહિના ચાલે કે એથી અધિક ચાલે. ત્યાં સુધી નિરંતર ક્ષણે ક્ષણ સમાધિ ભાવમાં વીતે. જે કર્મોની કોડો ખપાવી નાખે.