________________ 208 હું આત્મા છું ગઈ છે. તું રત્નકુક્ષી બની છે. કોઈ મહાન આત્મા તારા ઉદરે આવ્યા. તને મંગળ માતૃત્વને હા લેવડાવવા એ આવ્યો છે. વિશલામાતા શપ્યામાંથી બેઠા થયા. નવકાર મંત્રનું સ્મરણ કરી રાજા સિદ્ધાર્થના શયનકક્ષમાં ગયા. ચરણ સ્પર્શ કરી પતિને જગાડયા રાજા સિદ્ધાર્થની આંખ ખૂલે છે ત્યાં સામે દેવને દુર્લભ એવા રૂપ-સૌદર્યની સ્વામિની ત્રિશલા પ્રસન્ન વદને હાથ જોડીને ઊભાં છે. રાજા પણ પ્રસન્ન થઈ ગયા. આટલે વહેલે શા માટે ઉઠાડ? ઊંઘ ખરાબ થઈ તેને ઉગ નથી પણ ત્રિશલાની પ્રસન્નતા તેમને સ્પર્શી ગઈ. પૂછે છે " દેવાનુપ્રિયે કેમ આવવું થયું તમારૂં અહીં?" ત્રિશલા મધુર હાસ્ય સહિત કહે છે “નાથ! રેમ રેમ પ્રસન્નતાથી નાચી રહ્યાં છે! મારા હૃદયમાં ખુશી સમાતી નથી. અંતરમાં આનંદને મહાસાગર ઉછળી રહ્યો છે.” “દેવી એવું શું થયું? આટલે આનંદ શાને?” “નાથ! આ જીવનમાં આજ સુધી નથી પામી, અરે ભવ ભવમાં જે નથી પામી, તે આજે પામી ગઈ. કંઈક મળી ગયું અને મારા સ્વામિ! " | દેવી! આવી અટપટી ભાષા ન લે! મને સમજાતું નથી. કહે! તમે શું પામ્યાં?” “નાથ ! આજની પાછલી રાત્રીએ મેં એક નહીં, બે નહી, ચૌદ-ચૌદ મહા તેજસ્વી સ્વપ્ન જોયાં. સ્વપ્ન જોતાં જ સ્વપ્નાવસ્થામાં મારું અંતર પ્રસન્નતાથી ઝુમી ઉઠયું. દેવ ! શું હશે તે સ્વપ્નનાં અર્થ? શું હશે સંકેત? ? " પછી ત્રિશલારાણીએ જોયેલા ચૌદ સ્વપ્ન, જેમ જેયા હતાં તેમ જ વર્ણન કરી બતાવ્યા. સાંભળી રાજા સિદ્ધાર્થ આનંદ વિભેર થઈ ગયા. તેમનાં સુખની કેઈ સીમા ન રહી. તેઓ સમજી ગયા કે મહા ઉત્તમ સ્વપ્ન છે. સિદ્ધાર્થ કેઈ જેવા તેવા પુરુષ ન હતા, સમજદાર હતા. જાણકાર હતા. એક સપુરુષમાં જેટલા સદ્દગુણ હોવા જોઈએ તે બધાજ તેમનામાં હતા. તેઓ કહે છે -