________________ પ્રગટયો ભાણ 207 વિજ્ઞાન આ બધું કરી શકે છે તે દેવે પણ પિતાની શક્તિ વડે આવું બધું કરી શકે તે કાલ્પનિક વાત નથી. - ત્રિશલાની કુક્ષીએ આ મહાન આત્મા આવ્યો. ત્રિશલાનાં તન-મન રોમાંચિત થઈ ઉઠયા. મન-મયૂર પ્રસન્નતાથી નાચવા માંડશે. શરીરમાં રૂપ-સૌંદર્યની વૃદ્ધિ તે થઈ અને સ્કૂલ દ્રષ્ટિથી આખાયે નગરમાં સુખસમ્પત્તિની વૃદ્ધિ થવા માંડી પણ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતા પરમ પુરુષ પરમાત્મા કુક્ષીમાં આવ્યા છે. ક્ષાયિક સમક્તિ, ત્રણ જ્ઞાન સાથે જ છે. કેવળજ્ઞાન પામવા જે પુરુષાર્થ જેને આ ભવમાં કરે છે એ મહાન આત્મા શીશુ બનીને જ્યારે માતાની કુક્ષીમાં આવે ત્યારે એ માતાની સર્વ આંતરવૃત્તિઓ કેટલી નિર્મળ થઈ જાય. શુદ્ધભાવ પરિણતિ વૃદ્ધિગત થતી ચાલી છે | મા ત્રિશલાને અર્ધ જાગૃત અવસ્થામાં એ જ રાત્રિએ મહા તેજસ્વી ચૌદ સ્વપ્ન આવ્યા. વિચારો બંધુઓ ! જે સમયે માતા આ સ્વપ્ન જોઈ રહી હશે ત્યારે તેનું અંતઃકરણ કેટલી પ્રસન્નતા અનુભવતું હશે? શું શું થઈ રહ્યું હશે દિલમાં? આપણને આવતાં સ્વપ્ન ઠેકાણું વગરનાં હેય. અરે ! ક્યારેક કેઈ એવું સ્વપ્ન આવે કે જેમાં આપણે કંઈક વિશિષ્ટતા અનુભવતા હોઈએ તે એ સ્વપ્ન જોયા પછી કેટલા પ્રકુલિત થઈ ઉઠીએ? બે ચાર દિવસ સુધી તેની અસર મન પર રહે. એ સ્વપ્ન સાર્થક હોય કે ન પણ હોય. કશે ય સંકેત મળે કે ના મળે પણ કંઈક સારૂં જોયું તેને આનંદ હોય. જ્યારે મા ત્રિશલાએ જે સ્વપ્ન જોયા તે તે સાંકેતિક હતાં. ગર્ભમાં જે શીશુનું પાલન થઈ રહ્યું છે તે શીશુ ભવિષ્યમાં કે થશે એને સંકેત હતા. પુણ્યવાન જીવ ગર્ભમાં આવે તે સ્વપ્ન પણ એવા જ ઉત્તમ હોય. માતા ત્રિશલા જાગૃત થયા, સ્વપ્ન જોઈને તેમનાં મેમ પુલક્તિ થઈ ઉઠયા. અંતઃકરણ પ્રસન્નતાથી ભરાઈ ગયું. જે વસ્તુ આ વિશ્વમાં પ્રત્યક્ષ કદી જોઈ નથી એવી અદ્દભૂત વસ્તુઓ સ્વપ્નમાં જોઈએ તે સુલક્ષણ સ્ત્રી હતી, શીલવતી હતી, સચ્ચારિત્રવાન્ હતી, સદ્ગુણ સંપન્ન હતી. સ્વપ્ન જોઈને જ તેનું અંતર પિકાર કરવા કૂમાંડ્યું કે તારી ફખ રત્નથી ભરાઈ