________________ પ્રગટટ્યો ભાણ વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધનાથી સંસ્કારિત આત્મા સર્વત્ર નિર્લેપ ભાવે સાધનની પ્રાપ્તિ થઈ હોય છતાં આરાધક આત્મા એવા આકર્ષથી પર હોય. સંસારના કેઈ પ્રલોભને તેને લેભાવી શકે નહીં. ભગવાન મહાવીરને આત્મા સંસારના અંતની નજીક પહોંચે છે. બસ, હવે માત્ર એક જ ભવ બાકી રહ્યો છે. દસમા દેવલેકની મહર્ષિ મળી છે પણ સમ્યગદર્શનને પ્રકાશ ભેગના અંધકારમાં તેમને ડૂબવા દેતું નથી, બાવીસ સાગરોપમને સુ-દીઈ કાળ આત્મિક આરાધનાની બળવતી ભાવના સાથે વ્યતીત થયેલ છે. દેવનાં આયુષ્યને પૂર્ણ થવાને સમય આવી પહોંચે. મનુષ્ય લેકમાં જન્મ લે છે પણ દેવનાં સુખને છોડવાની જરાપણ વ્યથા તેમના મન પર નથી. જાણે છે કે માનવભવમાં ગમે તેટલી સંપત્તિ કે સુખ મળે પણ તે દેવતુલ્ય તે ન જ હેય. છતાં સુખ-સંપત્તિનાં સંગ કે વિયેાગ તેમનાં આત્માને ચલાયમાન કરે તેમ નથી. આત્મ સ્થિરતામાં સુ-સ્થિર મહાવીરને આત્મા અષાઢ સુદ છઠની રાત્રીએ દેવકથી ચ્યવી, બ્રાહ્મણકુંડ નગરનાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષીમાં આવ્યા. પ્રભુને આત્મા જે સમયે દેવાદાની કૂખે આવ્ય, દેવાનંદાની અંત–ભાવ ધારા ઉલ્લસિત થઈ ઊઠી. તેનાં અંતરનાં પરિણામે અલૌકિક શુભતાને પામ્યા. પોતે સમજી નથી શકતી કે શું થઈ રહ્યું છે. સાંસારિક ભાવે તુચ્છ પ્રતિભાસવા માંડયા. દિન-પ્રતિદિન તન-મન આત્મા પ્રકુલ્લિત