________________ 203 આરાધનાનું અમૃત અમારું એ સૌભાગ્ય રહ્યું કે સન ૧૯૮માં રાજગૃહીમાં અમારા જ ગુરુદેવના મહાતપસ્વી શિષ્ય પૂજ્ય શ્રી જગજીવનજી મહારાજે સંથારે લીધે હતો. અમે એક મહિના સુધી તેઓનાં શ્રી ચરણની સેવામાં રહ્યાં હતાં. ખાસી (82) વર્ષની ઉમર અને જીર્ણ કાયા. પણ મને બળ મજબૂત, આત્મબળ અલૌકિક, અનશનવ્રતધારી એ મહાત્મા હંમેશા સવારે 3 કલાક અને સાજે 3 કલાક પદ્માસને ધ્યાનમાં બેસતા. ધ્યાનની એમની સ્થિરતા ! સમાધિ ભાવ અદભૂત હતાં. તેમની સમાધિ ભાવનાનાં અમે સાક્ષી રહ્યાં છીએ. એક ક્ષણ માટે પણ એમને વિષમતા આવી નથી. મૃત્યુ નજીક ને નજીક આવી રહ્યું છે. છતાં પિતે મૃત્યુંજયની જેમ શૌર્ય દાખવી રહ્યાં હતાં. તેમનાં રોમેરોમમાંથી પ્રસન્નતા ફૂટતી હતી. ન કોઈ જાતની સ્પૃહા, ન ઈચછા, બિલકુલ નિલેપ યોગી. તેમની સમાધિ જોઈને જાણે અમને અંદરમાંથી ગર્વ થતા હતા. આવા સમાધિ ભાવનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું એ જ અમારા ગર્વનું કારણ હતું. અમારા જીવનને અમૂલ્ય અવસર આ જ હતો. તે બંધુઓ ! એ અમારા તપસ્વીરાજ અખંડ સાધના કરી સ્વર્ગે સીધાવી ગયા. એ સંથારાના અમે સાક્ષી રહ્યાં, એ જોઈને વિચાર આવે કે પ્રભુ મહાવીર જે આત્મા, ઉત્કૃષ્ટ આરાધક જીવ, તીર્થકરત્વ જેમના આત્મામાં પડ્યું છે. એમણે સંથારે કર્યો હશે ત્યારે તે કેવા ભાવમાં ઝૂલતા હશે! તેમની સમાધિ દશા કેટલી અવર્ણનીય હશે! એ ભાવધારા તેમનાં આત્માને કેટલી હળુકમી બનાવી રહી હશે. અત્યંત સમાધિ ભાવમાં સંથારે પૂર્ણ કરી નંદનમુનિ દસમા દેવલેકમાં મુખ્યત્તરાવતંસક નામના વિમાનમાં મહદ્ધિક દેવ થયા. આમ અહીં ભગવાન મહાવીરનાં ભૂતકાળના છવીસ ભ પૂર્ણ થાય છે. આજે ચાર દિવસથી આપણે આ સાંભળી રહ્યાં છીએ. આ સાંભળી આપણે આપણું આત્માને શુદ્ધ કરે છે. એક વાર સમ્યગુદર્શનની ત આત્મામાં જાગૃત કરી લેવી છે. આજથી એક એ પાકે નિર્ણય કરીએ કે આ જન્મમાં સમક્તિ લીધા વિના મરવું નથી. બંધુઓ ! હું તમને વારંવાર આ વાત કરી રહી છું.” તમને એમ થતું હશે કે મહા