________________ 200 હું આત્મા છું વધુ લપેટે છે? કઈ સંભાળનાર હોય તે પણ છૂટે છે ખરૂ? કે બહાના બાજી કર્યા કરે છે? મને યાદ છે મુંબઈમાં એક શ્રીમંત ગૃહસ્થ હતાં. તેલના વેપારી. ભારત અને ભારતની બહાર તેમને વ્યાપાર ચાલે. કરડેનું Turn Over કરે. તેમને ચાર દિકરા. ચારેય ધંધામાં જોડાઈ ગયા હતા, ભાઈની ઉમર થઈ. શરીર ચાલે નહીં.High B P. રહે. 260-270 હોય તે પણ ઓફિસે જાય. એક વાર ઓફિસે જતાં પહેલાં ઉપાશ્રયમાં દર્શન કરવા આવ્યા. તેમની આંખે અને ચહેરા પરથી સમજાય કે B P High થઈ ગયું છે. પૂ. બાપજીએ તેમને કહ્યું : શ્રાવકજી ! આટલી તબિયત સારી નથી રહેતી છતાં ધંધો નથી છોડી શકતા? " “શું કરૂં મહાસતીજી! છોકરાઓ હજુ નાના છે. નથી સંભાળી શકે તેમ !" બંધુઓ ! છોકરા એટલા નાના હતાં કે તેના દિકરા પણ પરણાવવા જેવડા હતા. છતાં બુટ્ટા બાપને પોતાના દીકરા નાના દેખાતા હતા. પૂ. બાપજી કહે : “કાલે તમારી આંખ મીચાઈ જશે તે ધંધાનું શું થશે?” “મહાસતીજી! પછી તે જે થવું હશે તે થશે. પણ છું ત્યાં સુધી તે મારે સંભાળ જાઈએ ને ?" અને ઘેડા વખત પછી એ ભાઈ રામશરણ થઈ ગયા. અમે કેઈને પૂછયું મૃત્યુ કેવું થયું ? તે કહે ઘરમાં પણ ધંધાની જંજાળ સાથે જ હોય. બપોરે જમવાના સમયે ટેબલ પર જમવાની થાળી હતી. બે બાજુ બે કાને વેપારીઓના ફેન હતા. બન્ને સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા અને તેઓ ઢળી પડયા! બેલે એ કયાં ફોનમાં ગયા? આ છે માનવની મદશા! જીદગીના અંત સુધી છૂટતું નથી. હાયય કરતે જ મરે છે. આ દેશની સંસ્કૃતિ તે કહે છે કે પાછલી ઉમરે તે જીવનમાં ત્યાગ આવ જ જોઈએ. દશવૈકાલિક સૂત્રનાં ચોથા અધ્યયનમાં કહ્યું છે : पच्छा वि ते पयाया, खिप्प गच्छन्ति अमर भवणाई। जेसि पिओ तवो संजमो अ, खति अ बम्भचेर च //