________________ આરાધનાનું અમૃત 199 જત અંતરમાં જલતી હોવાથી જીવન સરલ અને સહજ ભાવમાં વહી રહ્યું છે. ભેગેપગનાં ભેગવટામાં નિરસતા વર્તી રહી છે. સાંસારિક ત્રાણાનુબંધ પૂર્ણ કરવા માટે જોગવી રહ્યા છે પણ જલ-કમલવતુ. યુવાન થતાં માતા-પિતા નંદકુમારને રાજ્ય સેંપી ચારિત્રના માર્ગે પ્રયાણ કરે છે. સર્વસ્વ ત્યાગી માતા-પિતાનાં ભાવે નંદનનાં હૈયામાં ચારિત્ર્ય–ગ્રહણની શ્રદ્ધા વધુ મજબૂત બનાવે છે. બંધુઓ ! વિચારે. આજના આ યુગમાં તમારી સંસાર ભેગ પ્રત્યેની અદમ્ય લાલસાએ. સેસાયટીને નામે અધઃપતન તરફ જતું તમારું જીવન વલણ તમારા સંતાનમાં કયા સંસ્કાર જગાવશે ! તમારા સંતાનને તમારા તરફથી વારસો શું આપે છે? આજનાં યુવક-યુવતિઓ વ્યભિચાર– ભ્રષ્ટાચાર અને અધમ માર્ગે જઈ રહ્યાં છે. તેમાં તમારો ફાળે કેટલે છે એ વિચાર્યું છે. તમારા હૃદયમાં જ ધર્મ–શ્રદ્ધા કે આ દેશની સંસ્કૃતિ માટે માન નહીં હોય. તમે પણ ઈન્દ્રિયનાં વિષયમાં લેલુપ હશે તે યાદ રાખજે તમારા બાળકે તમારાથી સવાયા જ થશે. જરાય ઓછા નહીં ઉતરે. અને પછી માથે ઓઢીને રડશો તે પણ પાર નહીં આવે. જમાના કે સોસાયટી અથવા સ્ટેટસનાં નામે જે કરે છે ત્યાંથી પાછા ફરે. નહીં તે આ જમાનેજ આપણી કૌટુંબિક ધાર્મિક, સામાજીક સંસ્કૃતિને સર્વનાશ કરી નાખશે. સંતાનેવાળા મા-બાપની એ ફરજ થઈ પડે છે કે તેઓનાં જીવનમાં એક પણ બુરી આદત ન હોય કે જે બાળકોનાં અહિતનું કારણ બની જાય. માટે હવે જાગવાની જરૂર છે. જાગો...જાગો..... નંદનકુમાર પ્રબળ પુણ્યાઈને ધણી છે. માતા-પિતા પણ એવા મળ્યા કે જે તેને ચારિત્ર માર્ગની પ્રેરણારૂપ બની રહે. નંદને કેટલાક વર્ષ રાજ્ય કર્યું. ભાવદયા સાથે દ્રવ્યદયાનું પણ પાલન કર્યું અને મહાન આચાર્યનાં ચરણે જીવન સમપી દીધું. રાજ અને પાટ, વૈભવ અને વિલાસ, સુખ અને ભેગ બધું જ છૂટી ગયું. કેઈ તેને અટકાવી શકયું નહીં કારણ અંતરથી મમત્વ ઉતરી ગયું હતું. બંધુઓ ! પૂછે અંતઃકરણને, ઉતરે છે મમત્વ? કે ઉમર વધે તેમ સંસારની માયા તમને