________________ આરાધનાનું અમૃત 17 વિમલકુમારે મનુષ્યનાં આયુનો બંધ થયા પછી સંતના સમાગમે ધર્મારાધન કર્યું. સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ અને તે પછી ચારિત્ર ગ્રહણ કરી મુનિનાં વ્રતનું પાલન કરવાની સાથે જ્ઞાન, દર્શનની, આરાધના નિર્મળ ભાવે કરી, પહેલાં મનુષ્યના આયુષ્યને બંધ થઈ ગયું છે તેથી આયુષ્ય પૂર્ણ કરી ત્રેવીસમા ભવે પશ્ચિમ મહાવિદેહની મૂકા નગરીનાં ધનંજય રાજાની ધારિણી રાણીની કુક્ષીથી પુત્રરૂપે જન્મ પામે. અહીં ચક્રવતી થવા જેટલું પુણ્યબળ સાથે લઈને આ આત્મા આ છે. સાથે માતા-પિતા પણ પુણ્યવાન છે. તેથી જ આવા સુપાત્ર સંતાન તેને ત્યાં આવે, અમાપ રિદ્ધિ-સિદ્ધિ છે. ખૂબ જ લાડ–પ્યારમાં પિષણ પામ્યા અને તેમની યુવાન વય થતાં તેમનાં માતા-પિતા દીક્ષા લઈચાલી નીકળ્યાં. પ્રિય મિત્ર રાજયનાં માલિક બન્યા. રાજા થયા પછી ચકવર્તીત્વની મહત્ત્વાકાંક્ષાએ, અન્ય રાજ્યો સાથે યુદ્ધ કરી, વિશાળ સામ્રાજ્યના સ્વામી બનાવ્યા. પિતાનાં બાહુબળ, બુદ્ધિબલ અને પુણ્યબલથી છ ખંડનાં અધિપતિ બન્યા. આમ તેઓને ચક્રવતી પદ પ્રાપ્ત થયું. પ્રજાનું પાલન પુત્રવત કરતાં પ્રજાને પ્રેમ સંપાદન કર્યો. એટલું જ નહીં મળેલ ભેગ-વિલાસની સામગ્રીનાં ભેગવટામાં અંતર ઉદાસીન ભાવથી ભર્યું છે. ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થને યથાર્થરૂપે જીવનમાં જાળવ્યા. શ્રાવકોચિત દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મનું પાલન પણ પ્રશસ્ત ભાવે કરી રહ્યાં છે. પ્રબળ પુણ્યનાં ઉદયે રાજય રિદ્ધિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી રહી છે. છ ખંડના અધિપતિ છે. અપાર વૈભવ તેમનાં ચરણમાં આળોટે છે. છતાં અંતર તેમનું વૈરાગ્યથી વાસિત છે. પ્રિય મિત્ર ચક્રવતીને અખૂટ આશ્ચર્યનું સ્વામિત્વ પ્રાપ્ત થયું છે. છતાં તેમાં રસ નથી, આનંદ નથી, પરંતુ અંતરમાં નિરંતર એ ભાવના રહે છે કે કયારે નિગ્રંથ મુનિને યોગ મળે ? કયારે એમનાં મુખેથી જીનવાણીનું શ્રવણ કરું ? કયારે હું પણ પંચ મહાવ્રત રૂપ ચારિત્રને ગ્રહણ કરું? આ ઝંખના રાત-દિવસ તેમનાં ચિત્તમાં રમ્યા કરે છે. એ વેગ પણ આવી પહોંચે. તેમની જ નગરીમાં પિટ્ટિલાચાર્ય નામનાં નિગ્રંથ મુનિ પધાર્યા. મુનિની દેશના સાંભળતાજ ચકવતીનાં અંતરમાં રહેલ ભાવે વિકસિત બન્યા.