________________ 198 હું આત્મા છું અને આચાર્ય પાસે સંયમ ગ્રહણ કર્યો. પૂર્વે પાળેલ ચારિત્ર ભાવના સંસ્કારોએ જ આ કામ કર્યું. ચક્રવતીની રિદ્ધિ મળ્યા પછી પણ તેમાં ન લેવાનું કારણ એ જ કે પૂર્વનાં ચારિત્ર સંસ્કારો દઢ હતાં. બંધુઓ ! પ્રિય મિત્રની આ ભાવદશા આપણને પણ ઘણું કહી જાય છે. તમે આ ભવે ચારિત્ર લઈ શકે તે બહુ સારું છે. ન લઈ શકે તે એક ભાવના તે હૃદયમાં રાખજો જ કે હે પ્રભુ ! આ ભવે મેંગ નથી મળે કે મારા આત્માને હું ચારિત્રનાં ભાવથી સંસ્કારી કરી શકું. પણ હવે પછી એ ભવ મળે કે જ્યાં ચારિત્ર ગ્રહણ કરી આત્માને હળુકમ બનાવું. આ ભાવના નિરંતર ભાવશે તે પણ સંસ્કાર પડશે. અરે ! ઘણાં સમજદાર શ્રાવકે એમ કહેતા હોય છે કે, આ જન્મમાં ચારિત્ર લેવાની એવી ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં ન લઈ શક્યાં. જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકયા. પણ આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે પણ છેલ્લા બે દિવસ, માત્ર બે દિવસ માટે પણ ચારિત્રનું પાલન કર્યું અને આત્મા ચારિત્રનાં ભાવમાં જ ભવ પૂરો કરે ! આત્મા પર ચારિત્રનાં સંસ્કાર પાડવા અત્યંત આવશ્યક છે. ઘણું લાંબા સમય સુધી પ્રિય મિત્ર મુનિએ ચારિત્રનું પાલન કર્યું. જ્ઞાન -દર્શન–ચારિત્ર-તપની ઉત્કૃષ્ટ આરાધના કરી. શુદ્ધ પરિણતિએ આત્માનું પરિણમન થતું રહ્યું. તેથી પુણ્ય પણ એટલાજ ઊપાર્જન કર્યા. અને દેવ ભવનું આયુષ્ય બાંધી ચોવીશમા ભાવમાં સાતમા દેવલેકમાં દેવ પણે ઉત્પન થયાં. હવે આત્મા સરલ ભાવમાં પરિણમી રહ્યો છે. તેથી ભવનું ભ્રમણ પણ સરલ છે. આરોહ-અવરોહ, ચડતી-પડતીનાં કમમાંથી મુક્તિ મળી ગઈ છે. હવે આત્મા માત્ર ઉત્થાનની રાહે જ છે. સમ્યકૃત્વ અને ચારિત્રનાં ભાવોથી ભીંજાયેલ આત્માની ભાવધારા વૃદ્ધિગંત થતી રહી છે. હવે દેવ ને ભવ હોય કે મનુષ્યને, આત્મા સ્થિરભામાં તીવ્રતર ગતિથી આગળ વધી રહ્યો છે. દેવકને ભવ પણ આત્મભાવમાં પૂર્ણ કરી પચ્ચીશમાં ભવે જંબૂદ્વીપમાં ભારત ક્ષેત્રમાં છત્રા નગરીના જિતશત્રુ રાજાની ભદ્રા રાણીની કુક્ષીથી નંદકુમાર નામે પુત્રરૂપે જન્મ થયો. ભગવાન મહાવીરને આ ભવ અત્યંત મહત્વપૂર્ણ છે. આ ભવમાંજ ભાવી તિર્થંકર થવાની યોગ્ય ભૂમિકા તૈયાર થવાની છે. સમ્યગદર્શનની