________________ હું આત્મા છું કરેલા પાપનું શું ? કેટલા પાપ કરીએ છીએ? ભૂતકાળનાં ભવેની તે ખબર નથી પણ વર્તમાન ભવમાં કેટલા પાપે કર્યા ? છે કેઈ હિસાબ? કર્મનું ગણિત બહુ જ પાકુ છે. તેમાં જરા પણ મીન–મેખ થાય નહીં. જેટલા કર્યા ને જેવા કર્યા, એટલા ને એવા ભેગવવાનાં જ. પાપ કરીને રેજ ભગવાનને પ્રાર્થના કરો પ્રભુ ! મારા પાપ માફ કરી દે! તે અહીં ભગવાન એ ભેળો નથી કે તેને વિનવ્યું કે તેનાં ચરણમાં કુલ, ચોખા કે પૈસા ધરી દે અને તે રીઝી જાય? અરે ! આપણાં કરેલા પાપને માફ કરવાની શક્તિ ન તો અરિહંતમાં છે કે ન તે સિદ્ધ ભગવંતમાં ! આપણા કરેલા પાપ કાં તે ભોગવવા જ પડશે અને કાં તો પુરુષાર્થ વડે, તપત્યાગની સાધના વડે ખપાવવા પડશે. એ સિવાય આરો-વાર નથી. અરે! તીર્થકર સ્વયં પિતાનાં કરેલા કર્મો ભોગવીને કે ખપાવીને જ છૂટી શકે છે. પણ તેઓ પોતે પણ પોતાને માફ કરી શક્તા નથી. તે આપણને તે માફ કેમ કરશે ? જ્યાં ગજ ગોથા ખાય ત્યાં ગાડરડાની શું તાકાત ? તમારે ત્યાં એવી અંધાધૂધી ચાલે કે પ્રધાનનાં સંતાને વગર ભણ્ય પાસ થઈ જાય અને સાથે-સાથે લાંચ-રૂશ્વત દેવાથી તમારા બાળકને પણ પાસ કરી દે. પણ કર્મનાં દરબારમાં આવું ચાલતું નથી ત્યાં તે મહાવીર હોય કે મજૂર બધાં જ સરખા! બધાં જ એક લાકડીએ ! મહાવીરના આત્માને પણ ઊંચા ચડવા માટે કેટલા કર્મો ભોગવવા પડ્યા? ત્યારે હવે તેમનાં કર્મો ઓછા થયા છે અને તેઓને માનવ જન્મ મળે. વિમલ કુમારનાં ભવમાં, દઢધમી માતા-પિતાનાં સંસ્કારે, તેમનામાં દયા-કરૂણ–પ્રેમ-વાત્સલ્યનાં ભા અંતરમાં સહજ થઈ ગયા. તે ભવમાં પશુઓ પ્રત્યે અનુકંપા લાવી જીવદયા ખૂબ પાળી. પરિણામે શુભ કર્મનાં ગે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. બંધુઓ ! આ પણ સમજી લેજે કે મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકાય છે. એક મનુષ્યને જન્મ એ છે કે જયાંથી પાંચેય રસ્તા ખુલ્લા છે. દેવ, મનુષ્ય, તિયચ, અને નારકી આ ચારમાંથી કેઈપણ ગતિમાં જઈ શકાય. અને સાધના થાય તે મેક્ષરૂપ પાંચમી ગતિમાં પણ જઈ શકાય.