________________ 190 હું આત્મા છું તે ચાખી લ્યોઈન્દ્રિયોના વિષયમાં એટલા લુબ્ધ થઈ ગયા છે કે તેમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. પણ ઈદ્રિનાં વિષયને આનંદ તે ક્ષણિક છે. જ્યારે આત્માનંદ એકવાર માણું લેશે તે એ ભવ-ભવની ભાવઠ ભાંગી નાંખશે, માટે બંધુઓ ! પુરુષાર્થ કરે અંતરના ઊંડાણમાંથી આધ્યાત્મિક્તાનાં આનંદને માણવાનાં ભાવ જગાવે. વિ-પૃષ્ઠ વાસુદેવ સમ્યક્દર્શનને પ્રાપ્ત કરે છે. જીવનમાં રહેલી કરતા –વેર-ઝેર સર્વ શાંત થવા માંડયા. જીવનને રાહ જાણે બદલાઈ ગયે. રાજ્ય સંભાળે છે. પણ ઉદાસીન ભાવે. આમ આખું જીવન પલટાઈ ગયું. બધું બદલાયું પણ એક કણેન્દ્રિયનાં વિષયની આસકિત ન ગઈ અને તે જ તેનાં પતનનું નિમિત્ત બની ગયું. તમે પૂછશે બંધુઓ ! કે કેટલી વાર પડવાનું ? દરેક જન્મમાં ચડવું અને પડવું આમજ થવાનું ? જે ચડી ચડીને પડવું હોય તે પછી ચડવું શા માટે ? તમારો પ્રશ્ન બરાબર છે. પણ વારંવાર પડયા વિના કેઈ ચડી શકયું નથી. અરે ! આપણે બાળક હતાં. ચાલતાં શીખ્યા. કેટલી વાર પડયા હેઈશું ? પૂછજો કેઈ માવડીને કે તારો બાળક ચાલતાં શીખે તે કેટલી વાર પડે ! ગણતરી નહીં હોય તેની પાસે ! બસ એમ જ છે જીવનું અને જીવનનું. એ અનેક વાર ચડે, પડે, ફરી ચડે ને પછી જ તેનામાં સ્થિરતા આવે. મોટા માણસે પણ પિતાની કે પારકી સીડી ઉપરથી પડે છે. હાડકા ભાંગે, ફેકચર સારું કરવા છ મહિના પ્લાસ્ટરમાં ને પથારીમાં રહે ને જે સાજો થાય કે તરત જ તે જ સીડી ચડે છે. સાધનાનાં ક્ષેત્રે પણ પડવા અને ચડવાને કમ રહે જ છે. પડયા વિના કેઈ ચડી શકતું નથી. વાસુદેવને સંગીત અતિપ્રિય છે. એક આદત પાડી છે કે રાત્રે શયનગૃહમાં સૂવા જાય તે મધુર સંગીત સાંભળ્યા વગર ઊંઘ ન આવે. સાજ સાથે સંગીત વાગતું હોય, રાજા સૂઈ જાય પછી જ સંગીત બંધ થાય. એકવાર એવું બન્યું. વાસુદેવ સુંવાળી સેજમાં પિઢયા છે. અતિ કર્ણપ્રિય મધુર સંગીત ચાલી રહ્યું છે. રાજાને ઊંઘ આવવા માંડી અને તેમણે શિયાપાલકને આજ્ઞા કરી કે મને ઊંઘ આવે છે. હું ઊંઘી જાઉં એટલે આ