________________ આરાધનાનું અમૃત 189 ત્રિપૃષ્ઠ વાસુદેવનાં હાથે પ્રતિ-વાસુદેવ મરા. ત્રિ-પૃષ્ઠ જીત્યા અને રાજ્ય તેને હાથમાં આવ્યું. તેઓ ત્રણ ખંડના અધિપતિ બન્યા. રાજ્યનું સંચાલન કરતાં-કરતાં અનેક સારા કામ પણ કર્યા અને અનેક પાપો પણ કર્યા. એકવાર અગ્યારમા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાન પિતનપુર નગરમાં પધાર્યા. વાસુદેવને સમાચાર મળ્યા. તેઓ દર્શન કરવા ગયા. તીર્થંકરનાં મુખેથી વાણું–શ્રવણ કરી અને સૂતેલા સંસ્કારે જાગૃત થઈ ગયા. ત્રિ-પૃષ્ઠ ને શ્રેયાંસનાથ પ્રભુની વાણી સાંભળી ફરી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું. ક્યાં કેવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે જરા વિચારીએ. વાસુદેવના જીવનમાં ક્રૂરતા-વેર-ઝેર-કષાયેનાં ભાવે જ વધુ આપણે જોયા. સિંહને હાથેથી ચીરી નાખનાર અને પ્રતિ વાસુદેવ પ્રતિ આટલે દ્વેષ સેવનાર આત્મા કેટલે મલિન હશે? તેને સમ્યક્ત્વ થાય શી રીતે? પણ આત્માનાં ભાવેનાં આરોહ-અવરેહ તે થયાં જ કરે છે. એકવાર ઘણું સારા ભાવે આવ્યા હોય તે બીજી વાર હલકા ભાવ ન આવે એવું બનતું નથી. એ જ રીતે ઘણાં કુર ભાવે સેવ્યા પછી આરાધક ભાવ ન જાગે એવું પણ બનતું નથી. ઉદય-નિમિત્ત બે કામ કરે છે અને સારા-નરસા ભાવેની ધૂપ-છાંવ ચાલ્યા કરે છે. આ આત્માએ એક વાર નહીં પણ એકથી વધુ વાર સમક્તિને સ્વાદ ચાખ્યો છે જે તેની દાઢમાં રહી ગયા છે. આધ્યાત્મિક રસને આસ્વાદ એ હોય છે કે એકવાર અનુભવ્યા પછી એ ભૂલાતું નથી. વારંવાર તેને માણવાના ભાવ થયા કરે છે. અરે ! બંધુઓ ! રસેન્દ્રિયમાં આસક્ત છે ને પૂછે કે એકવાર કઈ હોટેલમાં કે કેઈના ઘરે કોઈ સ્વાદિષ્ટ પદાર્થ ખાધે હોય તે તેને વર્ષો સુધી યાદ રાખે છે. અને ફરી-ફરી ત્યાં જઈ એ પદાર્થ ખાવાની ઈચ્છા થયા જ કરે છે. જે રસાસ્વાદ કર્મ-બંધનનું કારણ છે તેમાં જીવને કેટલી પ્રીતિ, કેટલી આસક્તિ હોય છે ? પણ હું તમને પૂછું છું કે કયારેય આત્મ-અનુભવને રસ ચાખે છે ? એકવાર