________________ આરાધનાનું અમૃત 191 સંગીત બંધ કરાવી દેજે. જી મહારાજ ! કહી શૈયાપાલકે હુકમ માથે ચડાવ્યા. સમજે છે ને ! શૈયાપાલક ! તમારા શબ્દોમાં Body Guard રાજાને ઊંઘ આવી ગઈ. સગીતના સૂરો અતિ મધુર છે. શિયાપાલક પણ આંખ બંધ કરી સાંભળવામાં લીન થઈ ગયા છે. તેને ભાન ન રહ્યું કે રાજા તે ઊંઘી ગયા છે અને સંગીત ચાલુ છે. ઘણે સમય વ્યતીત થઈ ગયો. સંગીત હુકમની રાહ જુએ છે પણ શૈયાપાલક તરફથી હુકમ ન મળે ત્યાં સુધી બંધ ન થાય. અને રાજાની ઊંઘ ઉડી ગઈ. આંખે ખૂલતાં દષ્ટિ ચારે બાજુ કરી તે અધીરાત વીતી ગઈ છે. સંગીત ચાલુ છે. શૈયાપાલક સંગીત સાંભળવામાં મસ્ત બની ઝૂમી રહ્યો છે. જેને વાસુદેવને ભયંકર ક્રોધ આવ્યું. મારા હુકમને આ અનાદર! ક્રોધથી બરાડી સાથે કોધાગ્નિ ભળે પછી તમારો tone કે હોય હૈ? તપાસજો. ક્યારેક તમે જ તમારા અવાજને સાંભળશો તે અપરિચિત લાગશે. બિલકુલ બદલાઈ જાય. વાસુદેવને સત્તાને મદ જાગૃત થયે. એક નાચીઝ નેકરને બંધુઓ ! સર્વ શેખ રાખવાને અધિકાર તમારે જ! ધનવાને ને ! ગરીબ માણસને કંઈ શેખ પણ ન રખાય ખરૂં ? શું માને છે તમે? તમે જ માણસ છે અને એ કર છે, માટે પશુ છે ! સંસારના સર્વ સુખને અધિકાર તમને જ, બીજાને નહીં? કેવી છે Mentality તમારી ? બસ, આમ જ ચાલતું આવ્યું છે અને આવી માન્યતાએ કંઈ કેટલાયે અનર્થો સજર્યા છે ! | વાસુદેવનાં અંતરમાં આવા જ અહને ઉદય થયે. કોધાગ્નિથી લાલચોળ થઈ ગયે. એજ ઘડીએ શૈયાપાલકને શિક્ષા દેવા માટે ભાન ભૂલીને દાસને હુકમ કર્યો. “જાવ, સીસાને ગરમ કરીને લાવે !" આ રાજા, તેને ગમે તે હુકમ હોય તે માગ્યે જ છૂટકે. નહીં તે પ્રાણ ભયમાં ! સીસ ગરમ થઈને આવ્યું. રાજા દુધથી કંપી રહ્યાં છે. શિયાપાલક ભયથી ધ્રુજી રહ્યો