________________ 186 હું આત્મા છું એક રાજાને ત્યાં ઘણાં વર્ષો પુત્ર જન્મ થયે. સારા-સારાં નૈમિત્તિક પાસે તેનું ભવિષ્ય જેવડાવ્યું. બધાંને એક જ મત થયે કે કુમારનું આયુષ્ય બહુ ઓછું છે અને તે બિલાડીના નિમિત્તે મૃત્યુ પામશે. બસ, રાજાએ હુકમ આપી દીધું કે રાજ્યભરમાં જેટલી બિલાડીઓ હોય બધીને મારી નાખે. એક પણ જીવતી ન રહેવી જોઈએ. બંધુઓ ! આ તે રાજાને હુકમ! સેંકડો બિલાડીઓને મારી નાખવામાં આવી. જ્યાં ક્યાંય એક બિલાડીનું બચ્ચું પણ દેખાય તો તરત ઠાર. આખા યે રાજ્યમાં કયાંય એક બિલાડી રહેવા ન પામી. વિચારે! માનવ એક જીવને બચાવવા કેટલી ક્રૂરતા આચરી શકે છે! બીજાને જીવ છે, પીડા છે, સંવેદના છે, જીજીવિષા છે તેનો વિચાર એ કરતું નથી. બધીજ બિલાડીઓ મરી ગઈ. હવે રાજા નિશ્ચિત. જોતિષના જેશને ખોટો પાડી દીધું. નિમિત્ત જ ન રહ્યું તે હવે કુંવર મરશે જ નહીં! અને બંધુઓ ! કુંવર દોઢ વર્ષને થયે હતું ને રાજાને સમાચાર મળ્યા કે કુંવરનું મૃત્યુ થઈ ગયું. કેમ થયું? શું થયું? કુંવર મરે જ નહીં ! તપાસ કરતાં ખબર પડી કે કુમાર રાજમહેલનાં એક ઓરડાનાં દરવાજા પાસે રમતે હતે. જુના જમાનામાં એ દરવાજા પર પીત્તળને બહુ જ મોટો અને વજનદાર આગળિયે હતે. કેઈ કારણે એ કુમારના માથા પર પડયે ને કુંવર મરી ગયે. પણ આમાં બિલાડી ક્યાં આવી? ફરી તપાસ કરી તે એ પીત્તળનાં આગળિયા પર બિલાડીનું મુખ કતરેલું હતું. અને એ જ ભાગ કુંવરને વાગ્યે હતે. બંધુઓ ! જીવિત રહેવાના હજારો ઉપાય કર્યા પછી પણ મરવું જ પડે. જેને જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. જે સદા માટે જીવવું હોય તે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધ થઈ જવું જોઈએ કે પછી કદી મરવું જ ન પડે. મરના ભરના ક્યા કરે? મરી ન જાણે કે મરના અસા કિજીએ, ફિર ન મરના હેય. પ્રતિવાસુદેવ રાજા અવીવે પણ તિષાચાર્યોને પિતાના મૃત્યુનું નિમિત્ત પૂછ્યું. જતિષીઓએ તેની જન્મકુંડળીને જોઈ, ગ્રહની