________________ આરાધનાનું અમૃત વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. ભવમાં જીવ નિર્વાણ પ્રાપ્તિ કરી લે છે. ભાવેનું સાતત્ય અનંત-અનંત વિશ્ન આવે, આરાધનાને તાર તૂટી જાય તે ભવ-ભ્રમણ વધી જાય છે. તેથી જ જ્યારથી આરાધનાનાં ભાવ આત્મામાં જાગે અને જીવ પુરુષાર્થ સાથે પ્રયાસ હવા ઘટે. અહીં આપણે ભગવાન મહાવીરનાં પાછલા ભને ઇતિહાસ જોઈ રહ્યાં છીએ, પહેલા-ત્રીજા અને સળમાં ભવે આત્મા જાગૃત થયા છે. આરાધનાનાં ભાવ આવ્યા છે. અને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ચારેય બેલની ઉત્કૃષ્ટ આરાધના કરી છે. અંતરની વૃત્તિઓ સમૂળગી નાશ નથી પામી પણ વૃત્તિઓ શિથિલ તે થઈ ગઈ છે. શુદ્ધ ભાવેની આરાધના એવી ઉત્કૃષ્ટ છે કે તેની સાથે મેંગેની શુભ પ્રવૃત્તિ પુણ્ય બંધ પણ કરાવે છે. ક્રમશઃ ઊંચા-ઊંચા દેવલેકને પ્રાપ્ત કરે છે. પણ મહત્વ પુણ્યબંધનું નથી. આરાધનાનાં ઉત્કૃષ્ટ ભાવ હવા પછી પણ વિરાધક ભાવને પ્રબળ ઉદય આરાધનાથી દૂર-દૂર ફગાવી દે છે. અને ઊંચે ચડેલે આત્મા પણ નીચે પટકાઈ પડે છે. પ્રભુ મહાવીરને આત્મા સત્તરમા ભવે દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી અઢારમાં ભવે જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં પિતનપુર નગરનાં પ્રજાપતિરાજાની મૃગાવતી રાણીની કુક્ષિથી ત્રિ-પૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મે.