________________ આરોહ અવરોહ 183 આપણે જાગીએ, જાગતા રહીએ. આપણે જે ઘરેડમાં જીવતાં હોઈએ છીએ તેમાંથી બહાર નીકળી કંઈક પરિવર્તન લાવીએ. આપણું પરમ ઉપકારી પ્રભુ મહાવીર દર વર્ષે આપણને જગાડવા આવે છે, જાગે, જાગે ની આલબેલ પિકારે છે. આપણે જાગીએ. પવને જ નહી સમસ્ત જીવનને સફળ બનાવીએ. વિશ્વભૂતિ મુનિવરને નિદાન કર્યા પછી પશ્ચાત્તાપ જાગ્યા નથી. આલોચના કરી શક્યા નથી. પાપની કાલિમા સાથે જ છે. આલોચના આત્મશુદ્ધિ માટેનું અનુપમ સાધન છે. પણ એ સહુ જીનાં હાથમાં આવતું નથી. જેના હાથમાં આ સાધન આવે અને તેને યથાર્થ ઉપગ થાય એટલે કે અંતરના ઊંડાણમાં જઈ નિરીક્ષણ-પરીક્ષણ સાથે પાપોને ધનાર આંસુ વહે તે જરૂર આત્મશુદ્ધિ થઈ શકશે. તે છતાં ઘણાં વર્ષો સુધી આરાધક ભાવની સાથે-સાથે મન-વચનકાયાનાં ત્રિગ શુભભાવમાં રહ્યાં છે તેનાં કારણે પુણ્ય-બંધ પણ થયા છે. પરિણામે આયુષ્ય પૂર્ણ કરી સત્તરમા ભવે સાતમા મહાશુક્ર નામનાં દેવલેકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થાય છે. કર્મોની એક વિશેષતા રહી છે કે અહીં પુણ્યથી પાપને કે પાપથી પુણ્યને છેદ થઈ જતું નથી. પહેલાં પાપ કર્યા હોય અને તેનાં પર પુણ્ય કરી લઈએ તે કરેલાં પાપ ધોવાઈ જાય અને માત્ર પુણ્ય જ ભોગવવાનાં રહે અથવા પહેલાં પુણ્ય કર્યા પછી ઘણું પાપ થાય તે પુણ્યને નાશ થઈ જાય અને માત્ર પાપ ભેગવવાનાં રહે, આમ બનતું નથી. પુણ્યનાં ઉદયે પુણ્ય અને પાપનાં ઉદયે પાપ ભેગવવા જ પડે છે. પુણ્ય તથા પાપ બંને પ્રકારનાં કર્મો આત્મામાં સત્તા રૂપે સાથે જ પડ્યાં હોય છે. વિશ્વભૂતિને આત્મા અત્યારે તે પહેલાં કરેલાં પુણ્યને ભેગવવા દેવલેકમાં દેવરૂપે ઉત્પન્ન થયે છે ત્યાં ખૂબ સુખ લેગવશે. પણ પાપ કર્મો ભેગવવાના છે એ ભેગવ્યે જ છૂટકે છે એ ભોગવશે જ. તે હવે સત્તરમે ભવ પૂરો કરી ક્યાં જશે? ત્યાં તેમનાં જીવનનાં અવનવા રંગે શું હશે તે અવસરે. -