________________ 182 હું આત્મા છું તે આત્માના પુરુષાર્થની જરૂર પડે છે. તે પણ ડા-ઘણું પુરુષાર્થથી ન ચાલે. જબરદસ્ત અને નિરંતર જોઈએ એ પુરુષાર્થ. આત્મા અનંતજ્ઞાનવાન છે. અનંત શક્તિ સંપન્ન છે આ સર્વ જ્ઞાન અને શક્તિને કામે લગાડવી જોઈએ. નિરંતર જાગૃતિનું સેવન જોઈએ. વિશ્વભૂતિ જાગૃતિ ચૂકી ગયા. ભાન ભૂલ્યા અને તપ સંયમના બદલે શકિત માગી લીધી. આ ભવે નહીં તે આવતે ભવે વિશાખાનંદીને મારીને જ જંપીશ. આવી ઉગ્ર વેરભાવનાથી આત્માને કલુષિત કર્યો, ચારિત્ર અને સમ્યકૃત્વ અને હારી ગયા. અને ત્યાંથી ચાલતા થયા. ઘણાં વર્ષો સુધી મુનિ-વેષમાં જ રહ્યાં. જેમાં કરણી કરતાં હતા તેમ કરતાં રહ્યાં પણ અંતરની મલિનતા છેવાણું નહીં. કરેલા પાપને પશ્ચાત્તાપ ન થયા. સવળી દષ્ટિ જાગી નહીં અને એવા જ વિષમ ભાવમાં ભાવ પૂરો કર્યો. બંધુઓ ! વિશ્વભૂતિની આ વાત સાંભળી, મનમાં એમ થાય કે એક વિરાધક ભાવ જીવને ક્યાં ને ક્યાં ફેંકી દે છે ! જેનાં આત્મામાં તીર્થ કર થવાની યેગ્યતા પડી છે. પૂર્વ ભવમાં સમ્યગ દર્શનનાં પ્રકાશ સાથે શુદ્ધ ચારિત્ર ધર્મનું પાલન કર્યું છે. આ ભવે પણ ફરી એવી જ આરાધના, એથી પણ ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી છે. છતાં નિમિત્તાધીન થતાં તપ-સંયમને વેચી દીધા. આપણે આપણી જાતને વિચાર કરીએ. જુઓ ! એમ તુલના ન કરશો કે આ મહાન આત્મા પણ ભયંકર ભૂલ કરતે હેય તે આપણાથી તે થાય જ ને ! ના, એમ નહીં ! આમ વિચારજે, આ સુપાત્ર જીવ, જેની કેટલી જાગૃતિ ! કેટલે વિવેક ! કેવી કઠેર સાધના! છતાં નાની એવી ભૂલ તેને ભમાવી દે છે તે આપણી પાસે તે કઈ શક્તિ નથી. શક્તિ કેળવી શક્યા નથી. અને જે ભૂલ કરીએ તે ક્યાં જઈશું ? તેઓમાં ભૂલ કરવાની શક્તિ હતી તે ભૂલ સુધારવાની પણ શક્તિ હતી. પણ આપણે તે માત્ર ભૂલ કરી જાણીએ છીએ, સુધારવાની ખબર નથી આપણને, તે કેટલું સાવધાન રહેવાની જરૂર છે ! એટલા માટે જ યાદ કરીએ છીએ કે તેમના એ ભવેનાં ભાવેને સાંભળી