________________ આરાધનાનું અમૃત 185 બાદ દષ્ટિએ વિચારતાં ભૌતિક સુખ-સુવિધાથી ભરપુર રાજઘરાનામાં જન્મ થયો. જેને સ્થૂલ વિચારે તે પુણ્યનું ફળ કહીએ પણ ભૌત્તિક સમૃદ્ધિ મળ્યા પછી પણ જીવન કેવું વ્યતીત થાય છે તેના પર સૌભાગ્ય કે દુર્ભાગ્યને આધાર છે. અહીં, પૂર્વે કરેલ નિદાનનાં કારણે વાસુદેવરૂપે જન્મ્યા છે. પૂર્વે તપ-સંયમના બદલામાં અમાપ શારીરિક શક્તિ, સત્તા માગી લીધી હતી અને તે મળી. જ્યારે આ રીતે માણ્યું મળે ત્યારે વિચાર આવે કે આપણે પણ જોઈતું કાંઈક માગી લઈએ પણ કશું જ કર્યા વિના મળતું નથી. બહુ મોટા પુણ્ય બાંધ્યા હોય ત્યારે તેના બદલામાં આવી શક્તિ-સંપત્તિ મળે. નિયમ છે કે Pay the Prise. કિંમત ચૂક ને વસ્તુ તમારી છે. સત્તા ને સંપત્તિ મળી તે ખરી. ભૌતિક દૃષ્ટિએ બહુ મીઠી લાગે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ અધઃપતનનું કારણ છે. વિશ્વભૂતિ નિદાન કરીને પિતાનું જ પતન નેતરી બેઠા. હાથે કરી પગ પર કુહાડો માર્યો. શાસ્ત્રો કહે છે, વાસુદેવ નિદાન કરીને જ આવ્યા હોય. પરિણામે તેની દુર્ગતિ પણ નિશ્ચિત હોય. તે મરીને નિશ્ચય નરકે જ જાય. એક તે નિયાણું કરતી વખતે અનંતાનુબંધી કષાયને તીવ્ર ઉદય હેય તેથી અનેક ભયંકર કમે ત્યારે જ ઉપાર્જન કરી લીધા હોય અને બીજું વાસુદેવના જીવનમાં પણ અનેક પાપો કરે જેથી નરકનાં આયુષ્ય ને બંધ પડે જ પડે. વળી વાસુદેવ હંમેશાં પ્રતિવાસુદેવનાં વેરી જ હોય. તેને મારીને જ વાસુદેવ રાજા બને. ઈતિહાસ કહે છે કે લમણે વાસુદેવ હતા ને રાવણ પ્રતિવાસુદેવ. કૃષ્ણ વાસુદેવ હતા અને જરાસંઘ પ્રતિવાસુદેવ. જેને આપણે વેરીનાં રૂપમાં જોયા છે. અહીં ત્રિ-પૃષ્ઠ વાસુદેવનાં વિરોધી અવઝીવ પ્રતિ વાસુદેવ હતા. અને વાસુદેવના પિતા તેના તાબાના નાના રાજા હતા. અશ્વગ્રીવ રાજા એ એકવાર તેમનાં તિષીને બેલાવી પિતાનાં મૃત્યુનું નિમિત્ત પૂછયું. જન્મ લેનાર પ્રત્યેક વ્યકિત જાણે છે કે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. છતાં કેટલાક મૃત્યુને ટાળવાને પ્રયાસ કરતા જ હિય છે. માણસની જીજીવિષા કેટલી છે તે આ ઉપરથી સમજાય છે.