________________ આરોહ અવરોહ 181 નથી લાગતી. વિશ્વભૂતિ એ કાયાને ઘણું કષ્ટ આપ્યું હતું, મનને પણ તાવ્યું હતું. અને એ રીતે તેમણે ઘણું સહન કર્યું હશે. પણ જીવનનાં - સત્યાનાશની એક ક્ષણ આવે છે અને બાજી ઊંધી વળી જાય છે. આટલી બધી ઊંચી દિશામાં પહોંચ્યા પછી પણ મેહનીયનાં આ ભાવે જીવને ભટકાવે છે. મુનિ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનાં ભાવમાં હતાં પણ અસહિષ્ણુતાનાં કારણે, વિશાખાનંદીનાં નિમિત્ત ક્રોધ અને અહં જાગ્યું અને ફરી મિથ્યાત્વદશારૂપ પ્રથમ ગુણસ્થાને આવીને પટકાઈ પડ્યા. માટે જ મહાયોગી આનંદઘનજી મહારાજે સાધનાનો માર્ગ તલવારની ધાર પર ચાલવા જે કહ્યો છે. પળ-પળની જાગતિ અને સતત સાવધાનતા એ માગ માગી લે છે. - અરે ! આપણને વિચાર થાય કે જ્ઞાનાદિની આટલી આરાધના કરનાર મુનિને પિતે ચૈતન્ય અને શબ્દ જડ આટલું ભાન નહીં હોય ! તેઓએ વિચાર્યું હતું કે હું ચૈતન્ય આત્મા અનંત શક્તિવાન અને શબ્દો જડ. એ મારા ચૈતન્યને શું કરી શકે? ખરેખર! શબ્દો સાંભળતા આ દષ્ટિ પણ આપણ ને અસર ન કરી શકે. મનથી એક વાર નિર્ણય થે જોઈએ કે જડ શબ્દની કંઈ તાકાત કે મને એ અસર કરી જાય ! ગમે તેવા શબ્દો સાંભળીશ પણ અસર નહીં થવા દઉં. એક વાર આ નિર્ણય કરી હંમેશા ચિંતન રાખો. જ્યારે-જ્યારે કડવા શબ્દો સાંભળવાને મેકો આવે ત્યારે–ત્યારે તરત જાગૃત થઈ જાવ. શબ્દોમાંથી કડવાશનું વિષ કાઢી નાખો. બંધુઓ ! ઝેરી સાપની દાઢ જ કાઢી નાખવામાં આવે ઈયળથી ડરવાનું ન હોય, તેને તે હાથમાં લઈ બહાર મૂકી દઈએ. બસ એ જ રીતે શબ્દનાં વિષને શબ્દમાંથી કાઢી લઈએ તે તેની શક્તિ પણ આ કરવામાં આત્મિક શક્તિની જરૂર છે. અહીં સત્તા, સંપત્તિ કે તમારા ઘમંડની શકિત ચાલતી નથી. વ્યવહારિક જગતમાં કોઈ પાસેથી કામ કઢાવવામાં સત્તા, સંપત્ત કે ઘમંડ કામ લાગતું હશે. પણ અહીં