________________ 180 હું આત્મા છું ચૂકી ગયા. દયા, કરૂણા, પ્રેમ, અનુકંપા બધાં જ ભાવે એક ક્ષણમાં વિદાય થઈ ગયાં. ભયંકર આવેશ આવી ગયે. વિચારે બંધુઓ! ક્રોધનાં એક નાના નિમિત્તે કેટલે મહા-વિનાશ સર્યો ! ' અરે ! આટલેથી ન પત્યું. અંતરમાં પ્રતિરોધની આગ સળગી. વેરને બદલે લેવાની કારમી વેદના જાગૃત થઈ અને આજ સુધી કરેલા તપ-સંયમનાં પાલનના બદલામાં શક્તિ માગવાની વૃત્તિ જાગી. આજે આ દેહે તે હું તેને મારી શકું તેમ નથી પણ ઘણાં વર્ષોથી તપ-સંયમની સાધના કરતો આવ્યો છું. જેનાથી ખૂબ પુણ્ય બંધાયા હશે. એ પુણ્યના ફળ સ્વરૂપ બીજુ કાંઈ નથી જોઈતું પણ એવી પ્રચંડ તાકાત મળે કે હું વિશાખાનંદી ને મારી શકું. કરી લીધું નિયાણું ! માંગી લીધું ફળ ! વર્ષોની દીર્ઘ સાધનાનું, તપ અને સંયમનું, લીલામ કરી નાંખ્યું. અમૂલ્ય આરાધનાને કેડીનાં ભાવે લૂંટાવી દીધી ! કરેલી કરણીનાં બદલામાં આવી શક્તિ માગવી તેને શાસ્ત્રમાં નિદાન-નિયાણું કહે છે. અને એ માંગેલી શક્તિ મળે પણ છે, કારણ બદલામાં અનંત-અનંત પુણ્યરૂપ મૂલ્ય ચુકવવું પડે છે. બંધુઓ ! જે પુણ્યબળ આત્મ-આરાધનાનાં સુંદર ભેગે સરજી શકે એવી શક્તિ ધરાવતાં હોય, તેને આવા વિપરીત માગે ખચી નાખ્યા ! ભૂલ્ય, એ આત્મા ભૂલ્યા ! કે ભૂ ! જરા અસાવધતા, જરા અહં જીવને ક્યાં ને ક્યાં ફેંકી દે છે. વિશાખાનંદીએ જ્યારે પરિહાસ કર્યો ત્યારે એ શબ્દો સાંભળીને, કંઈ જ નથી થયું. એમ સમજી વિશ્વભૂતિ ત્યાંથી ચાલ્યા ગયા હોત તે તેમની આરાધક શક્તિ વધી જાત. નિદાન કરવાને કારણે ચારિત્ર પણ ગુમાવ્યું અને સમ્યગદર્શનની ત જાગૃત થઈ હતી તે પણ બુઝાઈ ગઈ. બને ગયા. એ ન જાત. સાધના કરનાર સાધકની જાગૃતિ કેટલી હોવી જોઈએ તે આ ઉપરથી સમજાય છે. તેમનામાં ગજબની સહિષ્ણુતા જોઈએ. કોઈના વચન પ્રહાર કે અન્ય પ્રહાર ને સમતા, ભાવથી સહી લેવા જોઈએ તે જ આરાધના માર્ગમાં ટકી રહી શકાય છે. સહિયારુતા ન હોય ત્યાં આરાધનાનાં માર્ગેથી ખલિત થતાં વાર