________________ 178 હું આત્મા છું - વિશ્વભૂતિ મુનિવરનાં આત્મામાં રહેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ નાં સંસ્કાર પ્રબળ ભાવે આવિર્ભૂત થયાં અને મુનિ જ્ઞાનની આરાધના સાથે ઉગ્ર તપની આરાધના પણ કરવા માંડયાં, છઠ્ઠ-છઠ્ઠ નાં પારણાંથી આગળ વધતી તપશ્ચર્યા, ક્રમશઃ માસખમણનાં પારણે માસખમણ સુધી પહોંચી માત્ર શરીરનું જ દમન નેતું થતું પણ મન અને વૃત્તિઓનું દમન પણ થઈ રહ્યું છે. એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતા તેમનામાં પદા થઈ ગઈ છે. વધુ સાધના કરવા માટે ગુરુદેવની આજ્ઞા લઈ એકલા વિચરવા માંડયા. શાસ્ત્ર સાખ પૂરે છે કે કાં તે અવગુણ હૈય, ઉદ્ધત હોય, નિરંકુશ હેય એ મુનિ એકલે વિચરે. અને કાં આરાધનાની ઉચ્ચતમ યોગ્યતા હોય, દઢ મનોબળ હોય. પિત–પિતામાં સ્થિર હોય એ પિતાની કેસેટ કરવા મુનિ એકલે વિચરે, વિશ્વભૂતિમુનિ ગ્ય આત્મા છે. વધુ પ્રબળ સાધના અથે એકલા વિચારી રહ્યાં છે. અને જ્ઞાન વિચરણ કરતાં-કરતાં વિશ્વભૂતિ મુનિ એક વાર મથુરા નગરીમાં પધારે છે. માસખમણનું પારણું છે, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું છે. ગૌચરી માટે નીકળ્યા છે. એ નગરનાં રાજાનાં રાજ મહેલ પાસેથી પસાર થાય છે. બરાબર એ જ સમયે મુનિને પિત્રાઈ ભાઈ વિશાખાનંદી ત્યાં આવ્યો છે. મથુરા નગરીનાં રાજા તેને સસરા થાય છે. કેઈ કારણસર મથુરામાં તેને આવવું પડયું છે. એ જ રાજમહેલના ઝરૂખામાં વિશાખાનંદી બેઠા છે. તેની આજુ-બાજુ તેનાં ચાર-પાંચ સેવકો ઊભા છે. મુનિ એ રસ્તેથી ચાલ્યા જાય છે. દષ્ટિ નીચે છે. ઈર્ષા સમિતિ-શોધતાં જતના પૂર્વક ધીમે-ધીમે પગલાં ભરી રહ્યાં છે. આજુબાજુને તેમને ખ્યાલ નથી. પણ વિશાખાનદીનાં સેવકેની નજર મુનિ પર પડી અને તેઓ મુનિને ઓળખી ગયા. તેઓ વિશાખાનંદીને કહે છે. “મહારાજ ! જુઓ જુઓ પેલા વિAવભૂતિ કુમાર ! જેઓ મુનિ બની ગયા છે તે !" વિશાખાનંદી પણ ઓળખી ગયા. અને એ સમયે જ એક રૂટ પુષ્ટ ગાય ઉતાવળી સામેથી ચાલી આવે છે. મુનિને ગાયને ધક્કો વાગે છે અને મુનિ પડી જાય છે. આ જોઈ વિશાખાનંદીને હસવું આવે છે. આ છે માનવ મનની નબળાઈ. કઈ પડી જાય ત્યારે તેના પર સહાનુભૂતિ લાવી તેને મદદ