________________ આરોહ અવરોહ 179 કરવાની હોય તેનાં બદલે સામાન્ય રીતે સહુને હસવું જ આવે. તેને કયાં વાગ્યું ? શું થયું ? એ પૂછવાને બદલે હસવું, એ ભયંકર અપરાધ છે. પણ માનવ મન છે જ અળવીતરૂં. વિશાખાનંદી હસે છે. હસવાને અવાજ મુનિનાં કાનમાં પડે છે. તેની નજર ઝરૂખા તરફ જાય છે. એટલામાં હસતાં-હસતાં વિશાખાનંદી મુનિને ઉપહાસ કરે છે. કહે છે અને બંધુઓ ! મુનિને આ પરિહાસ આકરે થઈ પડ્યો. પિતાની શક્તિ પર ચેલેન્જ ફેંકનાર પર અતિ ક્રોધ જાગે. અંદરને સૂતેલે અહં સળવળી ઉઠશે. શબ્દ એ અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું. મુનિનાં મનમાં વિચાર ઉઠયા, શું આ વિશાખાનંદી હજુ મારી સાથે આવી વેર ભાવના રાખે છે ! મારો આ રીતે તિરસ્કાર કરે છે ? મારી શક્તિને ચેલેન્જ આપે છે ! દેખાડી દઉં તેને કે મારામાં કેટલી શક્તિ વાર ગોળ-ગોળ ફેરવી દૂર ફેંકી દીધી, કયાંથી આવી આ શક્તિ ? જે ગાયનાં સામાન્ય ધક્કાથી ય ભેગા થઈ ગયા હતાં તેને જ ઉઠાવી ગેળ-ગોળ ફેરવી ફેંકી દેવાની તાકાત કયાંથી આવી ? બંધુઓ ! આ તાકાત અહં અને કેબની હતી! શરીર ક્ષીણ થઈ ગયું હોય. મુખમાંથી અવાજ નીકળતે ન હોય પણ અહં અને કે જ્યારે મગજ પર સવાર થઈ જાય ત્યારે બધી જ શક્તિ આવી જાય છે, ને તમારો આ અનુભવ ! બિમારીના બિછાને પડયો હેય. અવાજ નીકળી શકતું ન હોય. પણ કઈ કારણસર કેઈ સાથે ઝઘડે થાય તે કેટલે અવાજ નીકળે. 50 ફૂટ દૂર સંભળાય એટલે, નહીં? બસ, આ જ વાત છે અહં પર થતાં પ્રહારની ! બધી જ શક્તિ આવી જાય. વિશ્વભૂતિની કાયા તપશ્ચર્યાનાં કારણે ક્ષીણ થઈ ગઈ છે. છતાં જાગેલા અહં અને કેોધે ભયંકર શક્તિ પ્રેરી તેનામાં, અને તેમનાથી કુ-કૃત્ય થઈ ગયું. તેઓ ભૂલી ગયા કે હું મુનિ છું. છકાય જાની રક્ષા એ મારે ધર્મ છે. કેઈનું એક રૂંવાડું પણ ન દુભાવવું એવી મારી પ્રતિજ્ઞા છે. હું અહિંસાને પૂજારી છું. બધું