________________ 176 હું આત્મા છું પડી જાય તેવી ગોઠવણ પણ તમે અગાઉથી જ કરી રાખી હોય. તમે તે બધા અભિમન્યુથી પણ ચડે એવા છે. અભિમન્યુ તે માતાનાં પિટમાંથી છ કઠાની વિદ્યા શિખીને આવ્યું હતું. પણ આજના આ યુગને માનવ તે કેણ જાણે કેટલા કોઠા શિખીને આવ્યા હશે. આજનાં મા-બાપ ગર્વથી કહેતાં હોય છે કે હવેનું જનરેશન વધુ બુદ્ધિશાળી હોય છે. મને લાગે છે કે આ કાળમાં જ્યાં આજના જનરેશનમાં આ ભારતની આર્ય સંસ્કૃતિ નાં સંસ્કાર ઓસરતાં જાય છે. પશ્ચિમનાં રંગથી રંગાઈ કેઈજુદા જ પ્રકરનાં સંસ્કારથી આ પેઢી રંગાતી જાય છે. ત્યાં એ ભવિષ્યમાં સાત નહીં પણ સત્તર કોઠાની બૂહ-રચના કરશે કે જેને કેઈભેદી નહીં શકે. અરે! એટલું તે નહીં પણ પોતે જ પોતાનાં મૂહમાં ફસાઈ જાય તે પણ નવાઈ નહીં ! ! વિવભૂતિ રાજાનાં પ્રપંચને ઓળખી ગયે. પિતાની સાથે ખેલાયેલ કપટબાજીનાં કારણે તેને કંધ આવે. કેધને આવતાં ક્યાં વાર છે? તેના માટે રાહ જોવી પડતી નથી. એ તે એકદમ નજીક જ હોય. નિમિત્ત મળ્યું નથી અને કોલ આવ્યો નથી. બંધુઓ ! જીવની આજ દશા છે. વિભાવને જાગૃત થતાં વાર લાગતી નથી. તેને કહેવું નથી પડતું પણ સ્વભાવનાં સહાયક ભાવેને માટે રાહ જોવી પડે. આપણને કેઈતપ-ત્યાગ કરવાનું કહે તે કહેતા હોઈએ છીએ કે હમણાં નહીં. હજુ વાર છે. આ વર્ષે આત્મ સાધનાનાં પંથે પુરુષાર્થ કરવાને કઈ માર્ગ બતાવે તે પણ ઉંમરનાં અને પ્રવૃત્તિનાં બહાના આપણી પાસે હોય પણ કદી ક્રોધાદિ કષાયે માટે એમ કહ્યું છે ? કોધને ઉત્પન્ન થવાનું નિમિત્ત મળ્યું તેને ક્યારેય કહ્યું નિમિત્ત ભલે આજે આવ્યું પણ મારે ક્રોધ હમણાં નથી કરે, પછી કરીશ. અત્યારે કરવાનાં બીજા કામ ઘણું છે. કેટલી દુર્દશા છે જીવની ? કેવી વિડંબણું ? વિભાવ પરિણમનમાં જીવને વાર નથી લાગતી અને સ્વાભાવિક દશા પામવા માટે કેટલે પુરુષાર્થ ? કેટલી મહેનત ? કેટલે ત્યાગ? કેટલું બલિદાન ? તે પછી પણ સ્વાભાવિક દશા થોડી જાગૃત થાય, આરાધનાના માર્ગે આગળ વધતા હોય અને વિરાધક ભાવ જે અંતરમાં જાગૃત થાય તે બધું જ ધૂળ-ધાણી, આરાધક ભાવ અદશ્ય થઈ જાય !