________________ આરોહ-અવરોહ 175 તે બંધુઓ ! મહારાજાએ પણ પયંત્ર રચ્યું અને સારાયે નગરમાં તેરે પીટા કે-“આપણી સરહદે આવેલ પુરુષસિંહ નામને સામત ઉદ્ધત બની ગયો છે. પ્રજાને ત્રાસ આપે છે. માટે તેની સામે લડવા માટે હું જાઉં છું.” રાજ્યનાં માણસો નગરની એક-એક ગલીમાં આ ઢંઢરે પીટી રહ્યાં છે. અહીં ઉદ્યાન પાસેથી પણ નીકળ્યા. ઉદ્યાનમાં રહેલ વિશ્વભૂતિ એ આ સાંભળ્યું. વિશ્વભૂતિ ક્ષત્રિય-પુત્ર છે. રાજ બીજ છે. રાજપુતનું લેહી એની નમાં વહેતું હતું. તેનું શૌર્ય જાગી ઉઠયું. તે સ્ત્રીઓ તથા કીડાને પડતી મૂકી ઉઘાનમાંથી બહાર આવ્યું. મહારાજા પાસે જઈને કહે છે- “મહારાજા ! આ તે એક બહુ નાને સામંત છે. તેની સામે આપ જેવા મહાન રાજા લડવા જાય તેમાં શભા નહીં. અને તે હું જ પૂરો કરી દઈશ. મને આજ્ઞા આપે, સાથે સૈન્ય આપો, હું લડવા જાઉં છું.” રાજાને આટલું જ જોઈતું હતું. તેણે તરત સૈન્ય તૈયાર કરી દીધું. વિશ્વભૂતિ સૈન્ય લઈ યુદ્ધ માટે રવાના થઈ ગયે. પુરુષસિંહ સામંતની રાજ્યહદમાં પ્રવેશે પણ ત્યાં તે બધું શાંત છે. એટલું જ નહીં પણ સમાચાર મળતાં સામંત સ્વાગત કરવા આવ્યો અને ઘણાં આદર-સત્કારથી વિશ્વભૂતિને પિતાનાં નગરમાં લઈ ગયે. તેની સેવા કરી તથા પિતે હમેશાં તેઓનાં તાબામાં રહી આજ્ઞા ઉઠાવવા માગે છે. તેવી નમ્ર રજુઆત કરી. વિશ્વભૂતિ તે આશ્ચર્યમાં પડી ગયું કે આ બધું શું છે? ત્યાં મહારાજા જે કહે છે તેમાંનું તે અહીં કાંઈ નથી. બે-ચાર દિવસ ત્યાં રહી એ પાછા ફરે છે. પાછા ફરતાં પિતાના રાજ્યની હદમાં એજ ઉદ્યાન પાસેથી નીકળે છે. ત્યાં કીડા કરવા જવાની ફરી તેને ઈચ્છા થાય છે. અને જવા માટે પ્રયત્ન કરે છેપણ ઉદ્યાનનાં દરવાજા પર વિશાખાનંદીને દ્વારપાળ ઊભું છે અને સમાચાર આપે છે કે વિશાખાનંદી તેની રાણીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરી રહ્યાં છે. વિવભૂતિ મહારાજાનાં પ્રપંચને સમજી ગયે. બંધુઓ ! રાજાનું આ પ્રપંચ ખુલ્લું પડી ગયું. મને લાગે છે કે તમે જે વ્યુહ રચના કરતા હશે તે તે કઈ સમજી શકતું નહીં હોય. એ પ્રપંચ ખુલ્લું ન