________________ આરોહ-અવરોહ 173 તે પછી એક બ્રાહ્મણને અને એક દેવકને એમ આઠ ભવ કરે છે. અર્થાત્ પંદરમા ભવમાં દેવલોકમાં છે. આમ ચેથાથી પંદરમાં ભવ સુધી એટલે કે 12 ભવ સુધી આરાધનાના ચોગ્ય વાતાવરણ જ ન મળ્યું, જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના કરવાના ભાવ જ ન જાગ્યા. વિરાધક ભાવે આટલે લાંબે કાળ પસાર કર્યો. એક ભવની ભૂલ અનેક ભવ સુધી કારમી શિક્ષા ભોગવવાનું કારણ બને છે. ભગવાન મહાવીરને આત્મા આ ભૂલની શિક્ષા ભોગવી રહ્યો છે. એ ભોગવતાં-ભગવતાં કંઈક કર્મો થયો. રાજગૃહ નગરનાં વિશાખાનંદી રાજાના નાના ભાઈ વિશાખાભૂતિ યુવરાજની રાણી ધારિણીની કુક્ષીએ વિશ્વભૂતિ રાજકુમાર રૂપે જન્મ લીધે. વિશ્વભૂતિને અહીં પુણ્યનાં ઉદય વતી રહ્યાં છે. કર્મના ઉદયનું ગણિત એવું છે કે તેને સાંતર ઉદય રહે છે અર્થાત્ કયારેક પાપને ઉદય તે કયારેક પુણ્યને ઉદય. કેઈ જીવને સદાકાળ પાપને જ ઉદય હોય કે કોઈ જીવને નિરંતર પુણ્યને જ ઉદય હેય એવું બનતું નથી. કારણ જીવ જ્યારે કર્મ બાંધે છે ત્યારે પણ સાંતર જ બાંધે છે, કયારેક પ્રબળ પુણ્ય તો ક્યારેક પ્રબળ પાપ. એટલે ઉદયમાં પણ એમ જ આવે છે. આપણે જગતમાં જોઈએ છીએ કે આજે જે માણસ ચારે બાજુથી દુઃખી હોય તે ધીમે-ધીમે અનુકુળ સંજોગોને પ્રાપ્ત કરે છે. અને સુખી થઈ જાય છે. તથા આજે સર્વ રીતે સુખી જણાતે માનવ કાલે દુઃખથી વિશ્વભૂતિ પુણ્યનાં ફળને ભેગવી રહ્યાં છે. સંસારના સુખ ભેગ મીઠાં લાગે છે. અનેક સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરી વિષયોને માણવામાં મસ્ત બની ગયા છે. આત્મા પર પડેલાં વિષયાસક્તિનાં સંસ્કારે આરાધક ભાવનાં અભાવે ભૂંસાયા નથી. કારણ છેલ્લા બાર ભવ સુધી આરાધનાને વેગ મળે નથી. વિશ્વભૂતિ કુમાર એકવાર પોતાની પત્નીઓને લઈ રાજ્યનાં એક વિશાળ ઉદ્યાનમાં આમેદ-પ્રમોદ કરવા ગયા છે. પત્નીઓનાં રૂપ-સૌદર્યનું આકર્ષણ વિષયમાં તેને લિપ્ત કરી દે છે એવા જ સમયે રાજપુત્ર