________________ 172 હું આત્મા છું ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી, અહીં મનુષ્ય થઈ ઉત્કૃષ્ટ આરાધના કરી મિક્ષ પ્રાપ્ત કરી લે અથવા સંસારને પરિમિત કરી દે છે. આમ મહત્તા કેટલામું દેવલોક કે રિદ્ધિ-સિદ્ધિ મળી એનું નથી પણ એ આત્મા કેવા ભાવે લઈને ત્યાં ગમે છે. તેની મહત્તા છે. મરિચિએ તેના જીવનના અંત સમયે પાપને પસ્તા કરી આચના કરી હોત તે આત્મશુદ્ધિ થઈ જાત અને ફરી સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થઈ જાત પણ એ ન બની શકયું. તેથી વિરાધક ભાવની અનુમેહનામાં જ મૃત્યુ થયું. પરિણામ એ આવ્યું કે તે પછીનાં અનેક ભ સુધી આરાધક ભાવ જાગ્યો નહીં. પાંચમા દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી, પાંચમા ભવમાં બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. પૂર્વ જન્મનાં વિરાધક ભાવને કારણે ઈન્દ્રિયેનાં વિષયની પ્રબળ આસક્તિ, ધનની અમાપ તૃણા અને પાપાચરણનાં પરિણામે તેનાં આત્માને કલુષિત કરતાં રહે છે. જે જીવ ચક્રવતીની રિદ્ધિ-સિદ્ધિમાં ને તે લપાણે, એ થોડું મળ્યું તેમાં પણ લેપ થઈ ગયે. તેથી જ સુખની સામગ્રી માણસને ડૂબાડનાર નથી પણ તેના પ્રત્યે રહેલી આસક્તિ જ ડૂબાડનાર છે. એ ભવની આ આસક્તિએ ઘણું પાપ કર્મો બંધાવ્યા અને તેનાં કારણે પાંચમા ભવ પછી અનેક નાના-મોટા, પશુ-પંખી ના, જીવ-જંતુના તિર્યંચ ગતિનાં ભ કર્યા. આ ભવોની ગણતરી સત્તાવીશ ભમાં કરી પણ નથી. માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયનાં મોટા ભની જ ગણતરી છે આમાં. વચમાં કરેલ તિર્યંચ ગતિનાં ભમાં અસંખ્ય કાળ વ્યતીત થઈ ગયે. અને ફરી છઠ્ઠા ભવમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયે. તિર્યંચનાં ભેમાં ઘણાં પાપ ભગવાઈ ગયા તેથી આત્મા હળકમી બન્યા છે. છતાં સંસારની આસક્તિ છૂટી નથી. મેહભાવની પ્રબળતા એટલી જ પડી છે. જેથી આરાધક ભાવ જાગૃત થતાં નથી. પણ બ્રાહ્મણ કુળને અનુરૂપ જીવનના અંતિમ વર્ષોમાં ત્રિદંડીપણું સ્વીકારી શુભ યોગને પ્રવર્તાવી દેવકનું આયુષ્ય બાંધે છે. સાતમા ભાવે પ્રથમ દેવલેકમાં જાય છે.