________________ આરોહ-અવરોહ વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને. મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મા પર આરાધક ભાવનાં સંસ્કાર, સ્થિર કરે છે. આરાધના વિહુણા જીવે ભૂતકાળનાં ભમાં માત્ર વિરાધના. જ કરી અને આત્મા પર વિરાધક ભાવનાં સંસ્કારે એવા તે ગાઢ કર્યા કે તે પિતે આરાધનાની શક્તિ ધરાવે છે. એ ભૂલી ગયા અને ભટકતે રહ્યો. ભગવાન મહાવીરનો આત્મા પણ આવા વિરાધક ભાવ લઈને ભવમાં ભટકતે હતે. પણ સંતને વેગ મળતાં સમ્યગ્રદર્શનની પ્રાપ્તિરૂપ આરાધક ભાવ જાગ્યા. પછીનાં ભવમાં એટલે કે મરિચિનાં ભવમાં દર્શન સાથે જ્ઞાન–ચારિત્ર-તપની આરાધના ભળી, આત્મા આ સંસ્કારોથી સંસ્કારિત થયો. ઉત્કૃષ્ટ આરાધનાની કેટીએ પહોંચે પણ નિમિત્તાધીન થઈ ફરી વિરાધક ભાવની લપસણી ભૂમિ પરથી લપસ્યો. સમ્યક્ત્વ અને ચારિત્ર બન્ને ખેઇ બેઠે, મરિચિનાં જીવનની ઘટનાઓ આપણને ઘણું ઘણું સમજાવી જાય છે, પહેલી વાત તે એ કે જીવને આરાધક ભાવ આવવા જ અત્યંત મુશ્કેલ છે. જીવની કેટલી યોગ્યતા તૈયાર થાય પછી જ આરાધના તરફ જીવની રુચિ જાગે છે. આરાધનાનાં ભાવ જાગ્યા, તેમાં ઓતપ્રેત પણ થઈ ગયે છતાં એ ભાવેને જાળવી રાખવા તે અત્યંત દુષ્કર. એક વખત સમ્યગ-આરાધના શરૂ થાય અને એમ માનવા માંડીએ કે હવે તે કંઈ