________________ વિકસતી ક્ષિતિજે ભૌતિક સંસારનાં પ્રકાશ માટે તે બહુ કર્યું હવે ત્યાંથી પાછા ફરવાને સમય થઈ ગયું છે. હવે તે આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું લક્ષ્ય લઈને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે છે. આ પર્વના દિવસે આધ્યાત્મિક્તાને સંદેશ લઈને આપણી સામે આવે છે. આવા પર્વ આપણું ઉત્થાનનાં નિમિત્ત બને છે. એ નિમિત્તને વધાવી લઈએ અને આપણું આધ્યાત્મિક જગત સમ્યક્ દર્શનનાં પ્રકાશથી ઝળહળી ઊઠે એ પુરુષાર્થ કરી લઈએ. મરિચિ પાછળનાં જીવનમાં કરેલા પાપની આલોચના કર્યા વગર જ મૃત્યુ પામી પાંચમા દેવલેકમાં ગયે. સ્થલ દષ્ટિથી પાંચમું દેવલેક બહુ ઊંચું લાગે છે. સારૂં માનીએ છીએ પણ જે આત્મા પર રહેલા પાપોની ભાવપૂર્વક આલોચના થઈ હોત તે પાપોને નાશ થઈ જાત અને પછીના ભમાં જે અભાવે તેને ઘેરી વળવાના છે તે ન ઘેરી વળત, પણ જેનામાં તીર્થકર થવાની ગ્યતા પડી છે એ આત્મા પણ ચૂકી ગયો. આલેચના ન કરી શકો તે તેનું પરિણામ પણ એવું જ ભોગવવું પડશે. બંધુઓ! આ આત્મા ચૂકે-ભૂલે તે ભગવે. તે આપણે તે કયાં છીએ? કેટલી ભૂલે ! કેટલી ક્ષતિ? શું થશે આપણું? બહુ જ સાવધાન રહેવાની જરૂર છે. જાગવાની જરૂર છે. મરિચિ આધ્યાત્મિક દૃષ્ટિથી હારી ગયે. ભૌતિક સમૃદ્ધિ પામે. પણ આધ્યાત્મિક જગતમાં તેનું કઈ મૂલ્ય નથી. હવે એ પાંચમા દેવકને