________________ 174 હું આત્મા છું વિશાખાનંદીને પણ એ જ ઉદ્યાનમાં કીડા કરવાની ઈચ્છા થઈ, તે પિતાના અતપુરને લઈને ત્યાં આવ્યા. પણ વિવભૂતિનાં દરવાને તેને રોક્યો. અત્યારે વિવભૂતિ કુમાર ક્રીડા કરી રહ્યાં છે માટે કઈ અંદર જઈ શકે નહી. આ સાંભળી વિશાખાનંદીને અહં ઉછળ્યું. એ દ્વેષ, ઈર્ષા, ગુસ્સા થી અભિભૂત થઈ રાજા પાસે ગયે અને ફરિયાદ કરી હું યુવરાજ છતાં ઉદ્યાનમાં પ્રવેશવાને મને અધિકાર નહીં ? આ રાજ્યને ઉત્તરાધિકારી હું છું. વિશ્વભૂતિ નહીં. એ મને કેમ પ્રવેશવા ન દે ? તેને એક નાચીઝ નેકર મને ઉદ્યાનમાં જતાં રેકે ? મહારાજા ! આ કઈ જાતનું તંત્ર ચાલે છે ?" આ સાંભળીને રાજા રોષે ભરાય છે. અને આને કંઈ ઉપાય વિચારે તે દરમ્યાનમાં તે પટ્ટરાણીની દાસી એ જ ઉદ્યાનમાં ફૂલે લેવા ગઈ હતી તે પણ અપમાનિત થઈને પાછી ફરી. રાણીને કહ્યું અને રાણીએ કેપિત થઈ રાજાને સમાચાર આપ્યા. રાણું પણ એમ સમજે છે કે ઉદ્યાનમાં પ્રવેશવાને મારે પૂર્ણ અધિકાર છે. મારી દાસીનું અપમાન એ મારું જ નહીં પણ મહારાજાનું પણ અપમાન છે. આમ અધિકારનાં અહં દ્વારા કપાગ્નિ પ્રજ. બંધુઓ ! પ્રત્યેક માનવ પિતાનાં માની લીધેલા અધિકાર પ્રત્યે અત્યંત સજાગ હોય છે. એ પિતાના અધિકારને જાતે કરવા તૈયાર નથી હોતું. મહારાજાને પણ જાણે પિતાને અધિકાર લૂંટાઈ જતા હોય તેમ લાગ્યું અને તેમણે જયંત્ર ઊભું કર્યું. બીજાને ફસાવવા માટે, પિતાને સ્વાર્થ સાધવા માટે, કપટને આશરે લે જ પડે. પ્રપંચ વિના અન્યને સતાવી શકાય નહીં. બંધુઓ ! શું કહું તમને ! મારા કરતાં વિશેષ તમે સહુ આ વિષયને જાણે છે. ક્યારેક જીવનમાં આવી પ્રપંચ લીલા આચરતા પણ હશે. આ વિષયમાં તે તમારી બુદ્ધિ-શક્તિ બહુ કામ કરે છે. કેને કેમ ફસાવ? કેમ શીશામાં ઉતારવા. તેના બૃહ મગજમાં ગોઠવાતા જ રહે છે ને? મન-મસ્તિષ્કમાં આવું બધું ભર્યું છે. એટલે જ અહી સલ્તાનું શ્રવણ, સંતાનાં મુખેથી કરો છે છતાં કંઈ ગ્રહણ કરી શકતા નથી. સંતેના વચનેને હદયમાં ઝીલવા માટે જગ્યા તે હેવી જોઈએ ને? રાખી છે જ ક્યાં ?