________________ 168 થવામાં બહુ સમય નથી લાગત પણ જે શ્રદ્ધાથી પતિત થઈ ગયે તેને ઠેકાણે આવતા અનેક ભવે વીતી જાય. તેને મેલ દૂર ઠેલાતે જાય એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે :___" चरित्त भट्ठा सिज्झइ, दंसण भट्ठा नो सिज्झइ" ચારત્રિથી ભ્રષ્ટ થયેલે આત્મા સિઝે છે પણ જેના અંતરમાંથી સમ્યક્ત્વની ત નાશ પામી ગઈ તેને માર્ગ મળતું નથી. મરિચિના અંતરમાંથી સમ્યગ્ગદર્શન લુપ્ત થઈ ગયું. નયસારનાં એક વિહંગાવલેકન કરીએ તે એ મરિચિનાં રૂપે જન્મયાં ત્યારે સમ્યગુદર્શનને પ્રકાશ સાથે લઈને જન્મયા. ભેગ-વિલાસની સામગ્રીના આકર્ષણે તેમને લેભાવી ન શક્યા. તે પછી ભગવાન આદિનાથનાં ચરણોમાં દીક્ષિત થઈ ચારિત્રની આરાધના શરૂ કરી સમ્યગ-દર્શનનાં દીપકમાં તેલ પૂરાયું. ત વધુ દેદીપ્યમાન બની. કેટલાક સમય વૃદ્ધિ પામતી જોત સાથે જીવન ઝગમગવા માંડયું પણ દેહની આસક્તિએ તેમને ચારિત્રથી ચૂકવી દીધા, દીપકની ત કાંપવા માંડી, કુલમદ કરી દીવડે વધુ ડગમગે અને અંતે ઉત્સવની પ્રરૂપણ કરી દીપકને બુઝાવી નાખ્યા. આમ તેમનાં આખા જીવનમાં પ્રકાશ અને અંધકાર વચ્ચેનું કંદ્વ યુદ્ધ ખેલાતું રહ્યું અને અંતે અંધકાર જીતી ગયો. અંતરમાં ચોમેર અંધકાર વ્યાપી ગયે. બંધુઓ ! મરિચિ જેવા આત્માની આ દશા જોઈ આપણે આપણું જીવન માટે વિચાર કરવાને છે કે આપણે ક્યાં છીએ ? આપણે અંતઃ કરણમાં સમ્યગૃ-દર્શનને પ્રકાશ થયે છે કે નહીં ? ન થયે હેય તે પ્રયાસ કરી લઈએ અને એ પ્રકાશને સ્થિર રાખવા માટે પ્રબળ પુરુષાર્થ કરતાં રહીએ. પ્રકાશ પ્રાપ્ત થઈ જાય એ એક વાત છે. અને અંતરમાં સદા માટે સ્થિર રહે તે બહુ જ મહત્વપૂર્ણ વાત છે. પ્રકાશ વિના કશું થઈ શકશે નહીં. અરે ! તમારે તમારા ઘરમાં પણ કામ કરવું હોય તે અંધકારમાં નથી કરી શક્તા તે આત્મઘરમાં આરાધના કરવા માટે પ્રકાશની અનિવાર્ય આવશ્યક્તા છે. એ પ્રગટ કરી લે.