________________ 134 હું આત્મા છું બંધુઓ ! તેથી જ શ્રીમદ્દજી કહે છે કે જગતના ભાવને એંઠવત્, કે સ્વપ્નવત્ જાણી લીધા છે તે જ ખરે જ્ઞાની છે. બાકી બધાં વાચાજ્ઞાન. બેલે કાંઈ ને વર્તન કાંઈ અંતરમાં પુગલ દ્રવ્ય પ્રત્યે ઉદાસીનતા ન વર્તતી હોય ત્યાં સુધી તે જ્ઞાન માત્ર વાક્પટુતા, બીજું કશું જ નહીં, હવે મેક્ષ નિશ્ચિતરૂપે કોને મળી શકે તે બતાવતાં શ્રીમદ્જી કહે છેસ્થાનક પાંચ વિચારીને, છ વતે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ....૧૪૧ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છ પદેની ચર્ચા કરવામાં આવી. 1. આત્મા છે, 2. તે નિત્ય છે, 3. કર્મને કર્તા છે, 4. કર્મ ફળને ભક્તા છે, પ. આત્માને મેક્ષ છે, 6. મેક્ષને ઉપાય છે. આ છયે પદને બહુ જ વિસ્તૃતરૂપે જિજ્ઞાસુ છે અર્થે સમજાવવામાં આવ્યા. તેમાં પાંચ પદ વિચારણીય છે અને એક પદ આચરણીય છે. પ્રથમનાં પાંચ પદને સમજીને તે પર ગહન ચિંતન થાય તે આત્માનાં રહસ્ય દષ્ટિ સમક્ષ ખુલ્લાં થતાં જાય. ચિંતન બહુ જ મહત્વપૂર્ણ આત્મિક પ્રક્રિયા છે જે વિચારરૂપ છે. જેમ-જેમ જીવની વિચારણા પ્રત્યેક દ્રવ્યના વિષયમાં સ્પષ્ટ થતી જાય તેમ-તેમ વિચારોની વિશાળતા, વૃત્તિની ઉદારતા, ભાવની શુદ્ધતા વધતી જાય. એ શુદ્ધતા એટલે જ રાગ-દ્વેષની મદતા. રાગ-દ્વેષની મંદતા રત્નત્રયની આરાધનામાં અપૂર્વ અનુકુળતા કરી આપે. જેના પરિણામે જીવ મોક્ષ તરફ આગળ વધતા જાય. અહીં પણ એ જ કહ્યું છે કે છઠ્ઠા પદરૂપ મોક્ષના ઉપાયની વર્તના જીવની વધતી ચાલે તે પાંચમા પદરૂપ મોક્ષ મળે જ મળે. મેક્ષઆરાધના સાપેક્ષ દશા છે. જીવની પિતાની જ દશા હેવા પછી પણ રત્નત્રયની આરાધનાની આવશ્યકતા તે છે જ. તે માટે પ્રથમ વિચાર દશા, પછી ધ્યાન દશા. શ્રીમદ્જીએ તેથી જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં “વિચાર” પર બહુ જ ભાર મૂક્યો છે. આત્માર્થના વિચારથી શરૂ થતી ચિંતન દશા, નિજ આત્મામાં, આત્મવિચારને ઉગવા દે છે. તે પછી શામાં બતાવેલ રાહની વિચારણા, તટસ્થ ભાવે જાગે