________________ 144 હું આત્મા છું છું. આપણે પણ એ જ ઈચ્છીએ કે આપણે કઈ મત-પંથ સંપ્રદાયમાં ન રહીએ પણ આત્મામાં જ રહીએ. શ્રીમદ્દજીની ભાવનાને મૂર્તિમંત કરીએ. આજે એવા જ બીજા મહાપુરુષની જન્મ-જયંતિ છે. તે છે મહાપ્રાણ કાશાહ. આજથી લગભગ 500 વર્ષ પહેલાં થઈ ગયા અને શાસ્ત્રોનું ગહન અવગાહન કરી સત્ય તત્ત્વને ફેટ કરી સમાજ સામે લાલબત્તી ધરી. સાધુ સમાજ અને શ્રાવક-સમાજમાં ઘર કરી ગયેલ શિથિલતાને મહાપ્રયત્ને દૂર કરી એક નિર્દોષ સમાચારી આપી અને સ્થાનકવાસી પરંપરાની સ્થાપના કરી. લેકશાહે પણ સમાજ માટે મહાન ઉપકારી કાર્યો કર્યા. આવા મહાપુરુષોને આજના દિવસે સ્મરણમાં લાવી તેમને હૃદયથી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ. આજે ચાતુમાસની પૂર્ણાહુતિના પાવન પ્રસંગે મારે તમારી પાસે મારી એક નાનકડી અપેક્ષા રાખવી છે. ચાતુર્માસ પ્રારંભના પ્રથમ દિવસે મેં તમારી સામે એ માંગ મૂકી હતી કે ભારતની ઋષિ-મુનિઓની પરંપરા અનુસાર મારે તમારી પાસેથી ગુરુદક્ષિણ જોઈએ છે. ચાર મહિના સુધી આવું રૂડું આધ્યાત્મિક શાસ્ત્ર તમને પીરસ્યું તેના બદલામાં નહીં, પણ તેના ફળ સ્વરૂપે તમારી પાસે એ જ માગીશ કે આપણે નિત્યને મંત્ર રહ્યો છે. આત્મા છું.' નિત્ય વ્યાખ્યાન પછી 10 મિનિટ આપણે “હું આત્મા છું” નું ચિંતન કર્યું. તે તમારા સહના અંતઃકરણમાં એ લક્ષ્ય જાગૃત થઈ જાય તમારા અંતઃકરણમાં જાગૃતિ રહ્યા કરે તથા રેમ—રેમમાં એ ધ્વનિ ગુંજતી રહે કે હું...આત્મા...છું.” પ્રયાસ કરશે. પ્રયત્ન કરજો. માત્ર તમારી પાસે એટલું જ ઈચ્છું કે હું. આત્મા છું' ની અનુભૂતિ તમને થાય. જે પુરુષાર્થ કરે છે તે અવશ્ય સફળ થાય જ છે. બસ અંતમાં “હું...આત્મા...છું” ની તમારી અનુભૂતિ થવારૂપ ગુરુદક્ષિણ માગી મારું વકતવ્ય સમાપ્ત કરૂં છું.