________________ હું આત્મા છું પામ્યા. બાહુબલી એ અજોડ સાધના કરી નિર્વાણ લીધું અને રાષભદેવ નાં બીજા 98 પુત્ર, બ્રાહ્મી-સુંદરી અને બીજા અનેક મેલે પધાર્યા. આ બધાં પર ગર્વ કરવાને તેનાં કુળનાં કઈ પણ વ્યક્તિને અધિકાર હતો પણ કઈ એ ગર્વ કર્યો નહીં. પૌગલિક ચીજોની પ્રાપ્તિનાં કારણે ગર્વ કરનાર વ્યક્તિ ખરેખર નિ-બુદ્ધિ છે. એ ગર્વ કરીને એ પિતાની બુદ્ધિનું પ્રદર્શન જ કરે છે. કારણ જે ચીજ નાશવંત છે, ક્ષણિક છે. આ વિરાટ-વિશ્વમાં પડેલ અનંત સમૃદ્ધિની સામે તમે મેળવેલ ઉપલબ્ધિ નહીંવત્ છે તેનાં પર ગર્વ શાને? વિચારો તમે મેળવીને શું મેળવ્યું ? કદી વિચાર્યું છે? મેળવ્યું વધારે કે ગુમાવ્યું વધારે ? શ્રીમદ્જી કહે છે - લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું, નરદેહને હારી જ , એને વિચાર નહીં અહેહે ! એક પળ તમને હતો !!! - સાંસારિક ઉપલબ્ધિઓ માત્ર, મનુષ્ય ભવને હારી જવા રૂપ છે. અને પરિણામે જે વધ્યું તે કષાયે! માત્ર અહં ! કે જે આધ્યાત્મિક ક્ષેત્રે માત્ર પતનનું જ કારણ છે. તે ગર્વનું કારણ નહીં પણ અફસોસનું કારણ છે. હા, તે ભગવાન મહાવીરને આત્મા આવા ઉત્તમ કુળમાં પુત્ર રૂપે જ. જ્યાં તેનું નામ મરિચિકુમાર રાખવામાં આવ્યું. આ આત્મા અહીં આવ્યો છે તે પ્રબળ પુણ્યનાં કારણે પણ એને પુણ્ય ભેગવવા નથી. કારણ આત્મામાં પડેલ સંસારભાવની ઉદાસીનતા કે જે સમ્યગદર્શન રૂપે પ્રગટ થયેલ છે. તે સ્વર્ગમાં પણ સાથે હતી. અને અહીં પણ સાથે લઈને આવ્યું છે. આધ્યાત્મિક ઉપલબ્ધિઓ જીવ સાથે લઈને જાય છે. અને તેના ફળ સ્વરૂપે એ-એ ગતિમાં મળેલા સુખ-દુઃખને એ પચાવી શકે છે. મરિચિ સમ્યગદર્શન સાથે લઈને આવે છે તેથી તેને મળેલી અમાપ રિદ્ધિ-સિદ્ધિ પણ લેભાવી શકતી નથી. એને કેઈ જાતની ત્રુટી ન હતી. જેને બાપ ચકવતી તેને ભેગ-ઉપભેગનાં સાધનોની અલ્પતા