________________ વિક્રતી ક્ષિતિજો 161 કયાંથી હોય ! ભેગોમાં ગળાડૂબ રહેવા માગે તે પણ સહજરૂપે બધું જ મળે. છતાં ભેગ-વિલાસમાં એનું મન રમતું નથી. મરિચિનાં ભાવમાં સહજરૂપે જ વિરક્ત દશા ઝળકી રહી છે. યુવાનીને આંગણે પગ મૂક્યો છતાં તેની નિર્લેપતા એવીને એવી જ જળવાઈ રહી છે. તેથી જ ભગવાન ત્રાષભદેવે દીક્ષા લીધી તે પછી સેંકડો-હજારે નર-નારીઓ તેમનાં માર્ગે ચાલવા, તેઓનાં જ ચરણમાં સર્વસ્વ છેડી ચારિત્ર ગ્રહણ કરવા માંડયા, તેમાં મરિચિકુમારે પણ સત્યાગી બની પ્રભુનાં ચરણનું શરણ ગ્રહણ કરી લીધું. પ્રભુનાં ચરણમાં રહી સંયમની સાધના સાથે જ્ઞાન-દર્શનચારિત્ર–તપની ઉત્કૃષ્ટ આરાધના કરવા માંડ્યા. 11 અંગેનું જ્ઞાન બહુ જ અલ્પ સમયમાં પ્રાપ્ત કરી લીધું. શ્રદ્ધા અને ચારિત્રનાં ભાવમાં એ રમી રહ્યાં છે. એક વાર સાધુના નિયમ પ્રમાણે ગૌચરી માટે ગયા છે. ગરમીનાં દિવસે છે. સખત તાપ છે, સૂર્ય આગ વરસાવી રહ્યો છે. મુનિ મરિચિ ખુલ્લે પગે, ઉઘાડે માથે છે. અને એ તાપ એના માટે અસહ્ય થઈ પડે છે. રાજકુળમાં જન્મીને ઉછરનાર રાજકુમારની કેમળ કાયા આ બધું હંમેશા સહન તે કરી જ રહી છે. પણ આજે તેને આ અસહ્ય લાગ્યું. અને મન કાયાની માયામાં લપેટાઈ ગયું. જે માયા ફેંક્તા એમને ક્ષણ પણ નેતી લાગી તે જ માયા ફરી વળગી, મન વ્યાકુળ થઈ ગયું. વ્યાકુળતા મનને બેહદ અકળાવી રહી છે અને એ સંયમી મુનિને સંયમ ખલિત થયે. મરિચિ વિચારે છે મારાથી આ કેમ સહન થાય? જે સહન નથી થતું તેને પરાણે સહવાથી શું? શું કરું? છોડી દઉં બધું? આવા કઠેર તે ને ફગાવી દઉં? ન જોઈએ આ ! પણ કયાં જાઉં? શું કરું? સાધુપણું છોડી સંસારમાં જાઉં તે ખરે? પણ મારા પિતા મને અપનાવશે? ના, એ તે કેઈ ઉપાય ન બને! મારા પિતા જિનેશ્વરનાં ચરણનાં ઉપાસક છે. એમની શ્રદ્ધા-ભક્તિ અલૌકિક છે. મારા જેવા પતિત થયેલાને તેઓ ન સંગ્રહે! તે શું કરું ? મરિચિને દેહ, ઉગ્ર તાપથી પીડિત થઈ રહ્યો છે. અને મન વ્યાકુળતાથી બેચેન થઈ ગયું છે. મનસ્તાપ વધી ગયે. મને મંથન અનુભવે ભાગ-૩-૧૧