________________ વિકસતી ક્ષિતિજે 163 કલ્પના બહારની ચીજ છે. જેમાં અર–અરબથી પણ વધુ વર્ષે ચાલ્યાંજાય છે. એટલા સમય સુધી આ સમ્યક્ દર્શન ટકી રહી શકે છે. નયસારના જન્મમાં પ્રાપ્ત કરેલ સમ્યગદર્શન સ્વર્ગમાં સાથે હતું અને અહીં મરિચિનાં ભાવમાં પણ સાથે છે. એના કારણે જ ચારિત્રથી પતિત થવા છતાં શ્રદ્ધાથી પતિત થયા નથી. આવી શ્રદ્ધાથી આત્માને ભાવત કરતાં, વચરણ કરી રહેલાં મરિચિનાં જીવનમાં એક ઘટના ઘટિત થઈ. ભગવાન રાષભદેવ વનિતા નગરીમાં પધાર્યા છે. મરિચિ તાપસનાં વેષે સાથે છે. સમેસરણની બહાર રહ્યાં છે. એવા સમયે તેમનાં પિતાશ્રી ચક્રવતી ભરત ભગવાનનાં દર્શને આવે છે. દેશના સાંભળે છે. ચકવતી અમાપ રિદ્ધિ-સિદ્ધિનાં સ્વામી છે. પરંતુ સુપાત્ર જીવ છે. અદ્દભૂત ગ્યતા તેમનામાં પડી છે. ચરમ-શરીરી છે તદ્દભવ મેક્ષગામી . એ જ ભવમાં નિર્વાણ પામવું છે. અહ! કેવી હશે તેઓની ભાવ પરિણતિ? કેવી નિર્મળ અને સહજ હશે એમની અંતરદશા? એ ચકવતીનાં મનમાં એક પ્રશ્ન ઉઠે ! બંધુઓ ! આપણું મનમાં પણ કંઈ કેટલાયે પ્રશ્નો ઉઠે છે. અહીં પ્રવચન સાંભળે અને પ્રશ્ન ઉઠે છે. પણ આપણે આપણાં અંતઃકરણ ને એ રીતે તપાસવાનું છે કે આપણને ઉઠતાં પ્રશ્નો કેવા છે ? આત્મિકદષ્ટિએ, માનસિક દષ્ટિએ, સામાજિક દષ્ટિએ કેવા-કેવા પ્રશ્નો ઉઠે છે ? જે આપણે આત્મિક વિકાસ અને જેવી આપણી માનસિક દશા એવા પ્રશ્નો આપણને જાગે. પણ આ તે ભરત છે. તેના મનમાં પ્રશ્ન થયે અને એ પ્રભુની સમીપે ગયા. હાથ જોડી અત્યંત વિનય સહિત, નમ્રતાની મુદ્રામાં પ્રભુને પૂછી રહ્યાં છે ભક્ત ! આપ તીર્થકર છો આપનાં આ સસરણમાં કે એ સુપાત્ર આત્મા છે કે જે ભવિષ્યમાં તીર્થકર થવાનું હોય ? . પ્રભુ હસતું વદને જવાબ આપે છે - ભરત! તારે પુત્ર અને મારે પત્ર. જે અત્યારે સમોસરણની બહાર