________________ 165 વિક્સતી ક્ષિતિજે, વાંદે ને? પૂજે ને? વળી અન્ય લેકમાં પણ એવી ઇમેજ ઊભી થાય કે આ અરાબર છે. આ વેષ કે તે વેષ બન્ને સરખા. જેથી કર્યો એગ્ય અને કે અયોગ્ય તેને વિવેક ન થઈ શકે, માટે જ આગમોમાં ચારિત્રથી પતિત થયેલા વ્યક્તિને વંદન-પૂજન કે અન્ય વ્યવહારને નિષેધ છે. મરિચિ આ વાત જાણે છે તેથી જ તેને આશ્ચર્ય થયું કે આજે એવું શું છે કે ભરત જેવા દઢધમી–પ્રિયધર્મ, આત્મા મને વંદન કરી રહ્યો છે? ભરત સમજી ગયા અને તેમણે તરત જ કહ્યું : “મરિચિ હું તમારા આ વેષને વંદન નથી કરતા. પણ પ્રભુ ત્રણભદેવની વાણું અનુસાર તમે ભવિષ્યમાં ચોવીસમા તીર્થંકર થવાના છે. તમારામાં પડેલા એ તીર્થકરત્વને ભાવિ તીર્થકરને વંદન કરું છું. જે કે તમે ભવિષ્યમાં પ્રથમ વાસુદેવ અને ચક્રવતી પણ થવાનાં છો પણ મારૂં નમન એ પદને નથી. મારું નમન તમારા તીર્થકરત્વને જ છે.” આટલું સાંભળતા જ મરિચિનાં મનમાં ગર્વ પેદા થયે. નિમિત્ત મળ્યુંને અંદરથી કષાયભાવ ઉછળે. નિમિત્ત આવ્યા પછી તેને વશ ન થતાં પિત–પિતાનામાં જ રહેવું, એ કરનાર તે વીરલા હોય છે. મરિચિ નિમિત્તાધીન થઈ ગયા અને કૂળને મદ કરતાં નાચવા માંડયા, એ ગાવા માંડયા— आद्योऽह वासुदेवानां, पिता मे चक्रवर्तिनाम् / पितामहो जिनेन्द्राणां, ममाहो ! उत्तभं कुलम् // અહો! મારું કુળ કેટલું ઉત્તમ! હું પ્રથમ વાસુદેવ થઈશ, મારા પિતા પ્રથમ ચકવર્તી અને મારા પિતામહ-દાદા પ્રથમ તીર્થકર, વળી હું ભવિષ્યમાં ત્રણ પદવી ધારક! આમ કહેતાં–કહેતાં એ વારંવાર નાચવા-કૂદવા માંડ્યા. મન-વચન -અને કાયા ત્રણેય મદનાં ભાવથી ઊભરાઈ રહ્યા અને ત્યાં જ નીચગેત્રને બંધ કરી લીધે. ક્ષણે-ક્ષણે અંતરમાં ઊભરાતા ભાવે સારા કે ખરાબ -કર્મ બંધન કરાવે જ છે. કર્મનો સિદ્ધાંતે સદા જાગૃત અને સનાતન છે. મરિચિએ મદ કર્યો અને કર્મ બંધાઈ ચૂક્યાં.