________________ 159 વિકસતી ક્ષિતિજો મંદતાએ સમ્યગદર્શનની ભાવ પરિણતિ ને એવી ને એવી જાળવી રાખી. સ્વર્ગનાં ભાવમાં સમ્યકત્વ સાથે લઈને ગયેલો એ આત્મા, સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરી આ અસવપિણી કાલનાં પ્રથમ તીર્થંકર ભગવાન રાષભદેવનાં જયેષ્ઠ પુત્ર ભરત ચકવતીને ત્યાં પુત્ર રૂપે જનમ્યા. વિચારો બંધુઓ ! કેટલાં પ્રબળ પુણ્ય ઉપાર્જન કર્યા હશે એ આત્માએ કે દેવકનું લાંબુ આયુષ્ય ભોગવ્યું છતાં પુણ્ય ખૂટયા નથી અને તેથી જ કેવા ઉત્તમ કુળમાં, કેવા ઉત્તમ અને આદર્શ પિતાને ત્યાં જન્મ મળે ! તીર્થકર જેના દાદા અને ચક્રવર્તી જેના પિતા એટલું જ નહીં પણ જેને આખે ય પરિવાર મોક્ષગામી તેવા પ્ર-દાદી માતા મારૂદેવા નાં કુળમાં એ આવ્યું. ઊંચા-આદર્શ પરિવારમાં જન્મ થ એ કે જેવી–તેવી વાત નથી. પ્રબળ પુણ્યદયે જ આવું કુળ મળે છે. આ કુળને જ્યારે વિચાર કરું છું તે હૃદય ગદ્ગદ્ થઈ જાય છે. કેવું હશે એ કુળ ? જેના પરિવારમાં બધાં ય મેક્ષે જનારા જ ભેગા થયા હતાં! માતા મારૂદેવા આ વિષય પર ગર્વ કરે તે ગર્વ કરી શકે ? એને કદી એમ નહીં થયું હોય કે મારૂં કુટુંબ તે જુઓ ! બધાં જ મોક્ષગામી! ખરેખર! ગર્વ કરી શકાય એવી પ્રાપ્તિ તે મારૂદેવાને જ થઈ હતી. બંધુઓ તમારા સંતાને બે-ચાર–કે પાંચ ગ્રેજ્યુએટ હોય તો ય તમે અભિમાનથી ફૂલ્યા નથી સમાતા અને બધે જ કહેતા ફરે છે. મને યાદ છે મુંબઈમાં એક માજી અમારી પાસે દર્શન કરવા અવાર-નવાર આવતાં અને જ્યારે આવે ત્યારે પૂછયા વગર ન રહે! “મહાસતીજી! મને ઓળખી! હું ડાક્ટરની મા ! મારો એક દીકરો ડાકટર છે. બીજે વકીલ છે. ત્રીજો ઈજનેર છે ને ચોથે મેટો વેપારી છે.” અને એ માજી ગર્વથી ભરાઈ ઉઠે ! અરે તમારો દીકરો ધંધામાં મોટો ખેલાડી નીકળે અને ખૂબ કમાયે. લખપતિ-કરોડપતિ થઈ ગયે તે પછી તમે નીચે ધરતી પર પગ મૂકો ખરા? નહીં ને? પણ યાદ રાખજો એ તે સર્વ પુદ્ગલને ખેલ છે. આજે છે ને કાલે કંઈ નહીં હોય તેમાં ફુલાવા જેવું છે શું? જ્યારે મારૂદેવાનાં પરિવારમાં બે–ચાર નહીં પણ અનેક ચરમ શરીરી. 2ષભદેવ તીર્થકર થયા, ભરત ચક્રવતી હોવા છતાં ઘરમાં બેઠાં કેવળજ્ઞાન