________________ એક ચિનગારી 157 આ પ્રક્રિયા છે પ્રતિક્રમણની. અને એ સર્વ જીવો માટે આવશ્યક છે તેથી જ તમારામાંથી જેને પ્રતિકમણ આવડતું હોય, ન આવડતું હોય, તે બધાં જ આ સાત દિવસમાં એ તૈયારી કરી લે કે રોજ થોડી-થોડી વાર પ્રતિકમણનાં પુસ્તકમાંથી અર્થો વાંચી લે. સાત દિવસ સુધી વાંચશે તે જરૂર યાદ રહી જશે અને પછી આઠમે દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરશે ત્યારે પ્રતિક્રમણ સાંભળતા એનાં અર્થને ખ્યાલ આવતે જશે અને તેને પશ્ચાત્તાપ જાગશે તે જરૂર પાપ ધોવાઈ જશે. હૃદયની શુદ્ધિ થશે. તમને આત્મ-સંતેષ થશે કે દર વર્ષે માત્ર પ્રતિક્રમણ કરવા ખાતર જ કરતાં હતા. એક બોલે ને સહુ સાંભળે પણ અંતરને કાંઈ સ્પર્શતું ન હતું તે આ રીતે કરવાથી સ્પશી જશે. આત્મા હળવે થયો છે તેને અનુભવ થશે તો તમને ખાસ કહું છું કે મારી આટલી વાત માનજે ને સાત દિવસ સુધી આ તૈિયારી જરૂર કરજે. નયસારે સમ્યગ્ગદર્શન પામ્યા પછીનું જીવન અતિ ઉચ્ચ ભાવનામાં અંતરની પ્રસન્નતા પૂર્વક, આરાધક ભામાં વિતાવ્યું. આ ભાવનાં ફળ સ્વરૂપ અનંત-અનંત કર્મોની નિર્જરા કરી આત્મા હળુકમી બન્યો. સાથે-સાથે પુણ્ય પણ થોકબંધ ઉપાર્જન કર્યા જેના ફળ સ્વરૂપ મનુષ્યનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયે. આમ નયસારે જે રીતે આત્મ-સાક્ષાત્કાર કર્યો એમ આપણે પણ કરે છે. આપણું ચરમ અને પરમ ધ્યેય પણ એ જ છે, એ માટે જ ધર્મ કરીએ છીએ. સત્સંગ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ. આપણે પણ આત્મ સાક્ષાત્કાર કરી લઈએ. આ પર્વાધિરાજમાં આપણું ને પણ એવું કેઈ નિમિત્ત મળી જાય કે જે નિમિત્તે આપણે સ્વયં ને ઓળખીએ. સ્વયંને માણીએ. આપણી ભવ-પરંપરાનું ચક્ર છેદાઈ જાય. જેથી આપણું પર્યુષણ સાર્થક થઈ જાય. હવે નયસાર ને આત્મા આરાધક ભામાં મૃત્યુ પામી પ્રથમ દેવલેકમાં ગયે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ક્યાં જશે. ત્યાં તેની આરાધના કેમ પ્રગતિ કરશે તે અવસરે