________________ એક ચિનગારી 155 બંધુઓ ! તમને કદી એમ નથી થતું કે આપણે પણ જ્યારે આ ભવમાં બધાં જ પ્રકારની અનુકૂળતા પામ્યા છીએ. જીનેશ્વરનું શાસન મળ્યું છે તે આપણું અંતઃકરણમાં બીજા પણ કરી લઈએ. નયસાર જેન ન હતે છતાં બીજ વાવી લીધું અને સમકિતની સમજણ ન હતી નામ પણ નેતુ સાંભળ્યું છતાં તે પ્રાપ્ત કર્યું, ને આજે આપણે સમક્તિનું સ્વરૂપ જાણીએ-વાંચીએ-સમજીએ છીએ, વર્ષો સુધી તે વિષયના ગ્રન્થ ને છણું નાખીએ છતાં પ્રાપ્ત ન કરી શકીએ ? હવે તે માટે ગમે તેટલે પુરુષાર્થ કરે પડે પણ આ ભવમાં કરે જ છે. સમ્યગ્ગદર્શન લઈને જ જંપીશ. એ નિર્ણય અંતરમાં કરી, લાગી જાવ પુરુષાર્થમાં, પછી જુઓ સફળ થાય છે કે નહીં? તમારા સંસારમાં તે આટલા વર્ષોથી મહેનત કરતાં જ આવ્યા છે અને હજુ કરી રહ્યાં છે, એમ નથી લાગતું કે હવે સમય આવી ગયો છે, “હું” ની શોધ કરવાનો ! હું ને અનુભવવાને! પૂછો તમારા અંતરને હું કેણ અને એ ઉત્તર આપશે. કોઈ કહેશે ઘણાં સમયથી પૂછીએ છીએ પણ અંતરથી જવાબ નથી આવતું. અરે ! કેમ ન આવે ! પુરુષાર્થમાં ખામી હશે. ગાઢ નિદ્રામાં સૂતેલા માણસને પણ ઢઢળીને જગાડીએ છીએ તે જવાબ આપે છે. તે આપણે આત્મા પ્રગાઢ મહની અવસ્થામાં બેભાન પડ્યો છે છતાં જે તેને જગાડવાને પ્રબળ પુરુષાર્થ થશે તે એ જરૂર જાગીને જવાબ આપશે. પર્યુષણ જેવા દિવસમાં તમારા જેવા જેનેનાં અંતરમાં ઉલ્લાસ જાગે છે. અહીં આવે છે. તપ-ત્યાગ-વ્રત-નિયમ કરે છે. બહુ સારું છે. અંતરમાં પડેલી આસક્તિઓનાં મૂળને છેદવા એ બહુ જરૂરી છે, કર્તવ્ય છે પણ હું તે ઈચ્છું કે તપ-ત્યાગની સાથે-સાથે પિતામાં જ ઊંડા ઉતરતા શીખે, પિત–પિતાની સાથે જ વાર્તાલાપ કરતાં શીખે. હું ને જગાડવાને પ્રયાસ કરે. જે ખરેખર ભાવપૂર્વક પ્રયાસ કરે તેને પુરુષાર્થ વિફળ જતું નથી. બંધુઓ ! બહેન ! જેમ તમારા વ્યાવહારિક ક્ષેત્રે અનેક બાજુની તમારી ફરજે છે અને તે નિભાવે છે તેમ, આત્મિક ક્ષેત્રે પણ આ મૂળભૂત ફરજ છે. કે સ્વયંવયં ને શોધે