________________ 154 હું આત્મા છું ત પ્રગટી ચૂકી. મુનિ દ્રવ્ય માર્ગે ચડી ગયા અને નયસાર ભાવ માર્ગે સંતના સમાગમ વિના કોઈપણ આત્મા સાધના માર્ગે ચડી શકતે. નથી. તત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિજી એ સમ્યક્ત્વ થવાના કારણે બતાવતા કહ્યું છે. तन्निसर्गादधिगमाद्वा સમ્યગદર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે બે પ્રકારે થાય છે. એક નિસર્ગથી અને બીજુ અધિગમથી. નિસર્ગ અર્થાત્ ઈનાં પણ નિમિત્ત વિના. અધિગમ અર્થાત્ કેઈન નિમિત્તથી. તેમાં પ્રથમ જે જીવ એકવાર સમ્યગદર્શન પામ્યા હોય પણ મોહનીયનાં ઉદયે તે સમ્યગદર્શનથી જીવ પતિત થઈ જાય. અને ફરી એ જ ભવમાં સમ્યગદર્શન થાય ત્યારે તેને કોઈનાં ય નિમિત્તની જરૂર હેય જ. પછી એ તીર્થંકર પરમાત્મા હોય, સામાન્ય કેવળી ભગવંત હોય. પૂર્વધારી મહાત્મા હાય, કે નિગ્રંથ સંત હેય આમ બે પ્રકારે સમ્યગ્ગદર્શન થાય છે. નયસારને આત્મા અનાદિકાળથી સમ્યક્ત્વ વિહૂણે હતું પરંતુ તે માર્ગાનુસારી બની ચૂક્યો હતે. સમ્યક્ત્વ પામવાની ભૂમિકા રૂપ આ મેગ્યતા તેનામાં હતી. કેઈપણ જીવ સમ્યક્ત્વ ત્યારે જ પામી શકે કે જ્યારે તેની વ્યવહાર શુદ્ધિ થઈ હેય. નયસારનું જીવન સદાચારી અને ઉપાદાન તૈયાર હતું તેથી સૂતેલી ચેતનાને જાગૃત કરી લીધી અને અહીં, જ તેઓને મેક્ષ નિશ્ચિત થઈ ચૂક્યું. જૈન પરંપરાની સાધના કહે છે કે એકવાર જેને સમ્યગદર્શન થઈ ગયું તેનું ભવ-ભ્રમણ હવે સીમિત થઈ ગયું. મેક્ષ નિશ્ચીત થઈ ગયે. જે આ સમ્યગુદર્શન ટકી રહી શકે તે ત્રીજે ભવે મેક્ષ થાય. નહી તો પંદરમે ભવે અને અંતે અર્ધ પુદ્ગલ પરાવર્તમાં તે મેક્ષ થઈ જ જાય. નયસારનાં આત્મામાં પડેલા મહાવીરત્વ નાં બીજનું આજે પણ અહીં થઈ ગયું.