________________ એક ચિનગારી 153 આપની સેવાને લાભ લેવા દો. પહેલા આપ ભજન કરે પછી વિશ્રાંતિ કરો તે બાદ હું આપને જે ગામ જવું છે તેને રસ્તે બતાવી જઈશ.” બંધુઓ ! આવનાર સંત જેન મુનિ છે. નયસાર નિગ્રંથ મુનિનાં આચાર-વિચારથી અજાણ છે. છતાં અંતરમાં ભક્તિભાવ ભર્યા છે. તેની ભક્તિ તેને બધેજ વિવેક શિખવાડે છે. અને અત્યંત શુદ્ધ ભાવે, મુનિને હૃદયનાં ઉલ્લસિત ભાવે આહાર વહેરાવે છે. ચિત્ત-વિત્ત અને પાત્ર ત્રણે ય યોગ્ય છે. નયસારને આત્મા આહાર વહોરાવી અનેક કર્મોની નિર્જરા કરવાની સાથે પુણ્યનાં થેકનાં થક ઉપાર્જન કરી લે છે. મુનિ આહાર વહેરી, ડે દૂર એક વૃક્ષ નીચે નિર્દોષ સ્થાન જોઈ, કાત્સર્ગ કરી ગૌચરીનાં દોષ ટાળી વિધિવત્ આહાર કરી લે છે. અને થે સમય વિશ્રાન્તિ લીધા બાદ નયસાર મુનિને માર્ગ બતાવવા મુનિની સાથે ચાલે છે. બંધુઓ ! અહીં પણ એક વાત માર્ક કરવા જેવી, નયસાર શ્રીમંત ગૃહસ્થ હતું. તેની પાસે અનેક માણસો હતાં. મુનિને માર્ગ બતાવવા તે માણસને મેકલી શકતો હતો. પણ ના, એનાં અંતરમાં રહેલ મુનિ પ્રત્યેનું બહુમાન, પિતાને જ જવા પ્રેરે છે. તે સમજે છે કે હું ગમે તે ધનવાન શ્રેષ્ઠ હોઉં પણ ત્યાગીનાં ચરણને તે દાસ જ છું. સંતથી હું કદી માટે થઈ શકું જ નહીં. તેનામાં રહેલ આ સહજ નમ્રતાઓ–લઘુતાએ મુનિને માર્ગ બતાવવાનું, જંગલમાં ભૂલેલા મુનિને રાહે ચડાવવાનું પુણ્ય ઉપાર્જન કરી લીધું. તો બંધુઓ ! એ મુનિ સાથે ચાલે. મુનિ વિચારે છે કે આ ગૃહસ્થ મને દ્રવ્ય રાહ બતાવ્યું તે સાધુ તરીકે મારું કર્તવ્ય છે કે હું એને ભાવ માર્ગ બતાવું. અને મુનિએ જડનાં સંગથી ભાન ભૂલેલા આત્માનું વાસ્તવિક ચિત્ર નયસાર પાસે રજુ કર્યું. કર્મ સત્તા પાસે હારી બેઠેલો માનવ આત્માનું કેટલું અધઃપતન કરે છે. અને એ કર્મો તેને કયાં-ક્યાં ભટકાવે છે વગેરે ભાવે મુનિએ નયસારને સમજાવ્યા. મુનિને આહારદાન કરતી વખતે અંતરમાં પ્રગટેલ ઉલ્લસિત ભાવોએ નયસારનાં આત્મામાં ભૂમિકા તે ઊભી કરી જ દીધી હતી. બસ થોડી જ ચિનગારીની જરૂર હતી. મુનિનાં ઉપદેશે તેને અંતર તરફ વાળે અને આત્મામાં સમ્યગદર્શનની