________________ વિકસતી ક્ષિતિજ વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય છે સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની યથાર્થ આરાધના આત્મ-સાક્ષાત્કાર થયા પછી જ થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી અનાદિકાળનાં અંધકાર ને ભેદી એકવાર પ્રકાશનાં દર્શન કરી લે તે એ પ્રકાશમાં પિતાના વાસ્તવિક સ્વરૂપનું તેને ભાન થાય, અનાદિકાળથી રખડવાનું કારણ પણ એ જ છે કે જીવને પ્રકાશ લાધ્યું જ નથી. એકવાર પ્રકાશને પામ્યા પછી કદાચ જીવ ફરી અંધકારમાં ચાલ્યા જાય. છતાં જીવે અનુભવેલી પ્રકાશની ઝલક ફરી-ફરી એ પુરુષાર્થ કરવા પ્રેરે છે, કે અંધકારને ઉલેચી દેદીપ્યમાન આત્મ તિને પામી આત્મા તેમાં સ્થિર થઈ જાય છે. પછી તે એ તિ નાં સહારે આત્મ-આરાધના વેગવંતી બને છે. લક્ષ્ય દૂર રહેતું નથી. 'ગઈ કાલે આપણે શાસનપતિ પ્રભુ મહાવીરનાં ભૂતકાળનાં પ્રથમ ભવનું અવલેકન કર્યું જેમાં એ આત્માએ મેહનીયની પ્રબળતા પર મેહનીય પણ પાતળું પડયું. સમ્યગ્ગદર્શન રૂપ પ્રકાશ તેમનાં આત્મામાં ફેલાઈ રહ્યો. પરિણામે શેષ-જીવન અત્યંત ઉજજવલ અને આદર્શરૂપ વ્યતીત થયું. અંતરમાં પડેલ પાપવૃત્તિ ઉતરી ગઈ. તેથી જાણીબુઝીને સમજીને પાપ કરવાનાં ભાવ હતાં તે ભાવે નષ્ટ થઈ ગયા. પાપ થાય પણ કરાય નહીં. એટલેકે અનિવાર્ય ફરજો બજાવતાં પાપ થઈ જાય પુન્યના છેક ઉપાર્જન થતાં દેવકનાં આયુષ્યની સાથે-સાથે, મોહનીયની