________________ 156 હું આત્મા છું સ્વયં-સ્વયં ને જાણે, સ્વયં-સ્વયં ને માણે. બસ એના માટે વારંવાર પૂછયા કરો હું કોણ? હું કોણ ? | નયસારને માત્ર એક જ વાર સંતને સમાગમ થયો અને તેણે સ્વને ઓળખી લીધે, સને પ્રગટાવી દીધું. તે આપણે પણ આ પુરુષાર્થ કરીએ. આજના દિવસે બીજી એક વાત કહેવી છે તે એ કે આપણે ત્યાં પર્યુષણ પર્વનાં આઠ દિવસોનું નિર્માણ કર્યું છે. પણ ખરૂં મહત્ત્વ તે છેલ્લા દિવસનું એટલે કે સંવત્સરીનું છે. સંવત્સરીને સાર્થક કરવા પહેલાનાં સાત દિવસ સુધી તૈયારી કરવાની હોય છે. જેમાં તમારે ત્યાં લગ્ન વગેરે કોઈ પ્રસંગ આવવાનું હોય, તે હોય તો માત્ર થોડા કલાક માટે જ પણ તેની તૈયારી કેટલે સમય અગાઉથી કરો છો ! આજે તૈયારી કરી ને કાલે પ્રસંગ પતી જાય એમ બનતું નથી. તો આ સંવત્સરી એ આત્માના સર્વ કલુષોને ધવાનું મહાપર્વ છે. તે માટે સાત દિવસ તૈયારી કરવાની છે. તેમાં ખાસ કરીને આખા વર્ષમાં કંઈ ન કરનારો એક સંવત્સરી પ્રતિક્રમણ કરતા હોય છે તો એ પ્રતિકમણ એવું થવું જોઈએ કે જેથી ખરેખર આત્મા પાપથી પાછા ફરી કર્મભારથી હળવે થઈ જાય. બંધુઓ ! જે ખરેખર પાપથી હળવા થવું હોય તે પ્રતિકમણને સમજવું જરૂરી છે. પ્રતિક્રમણ એ શું છે! વાસ્તવમાં તમારા રેજિટ જીવનમાં થતી ભૂલનું પ્રાયશ્ચિત એ જ પ્રતિક્રમણ માનવમાત્ર ભૂલને પાત્ર છે. માનવ જ ભૂલ કરતા જ હોય છે. પણ એ તેને યાદ રહેતી નથી. યાદ રહે છે તે તેને ભૂલ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને કદાચ જો એ એકરાર થઈ જાય તે ભૂલને દૂર કરવાને માર્ગ એ જાણતા નથી. આપણાં પ્રતિક્રમણમાં આ જ બતાવવામાં આવ્યું છે. રોજ રેજ જીવન નની પ્રવૃત્તિમાં કેવી-કેવી ભૂલે થવાની સંભાવના છે! તે એક-એક ભૂલે અતિચારે દ્વારા બતાવવામાં આવી છે. તે ભૂલેને પ્રતિકમણનાં શરૂઆતનાં 99 અતિચારોમાં યાદ કરવાની છે. અને તે પછી તેમાંથી જેટલી ભૂલ થઈ હોય તે કરવા જેવી ને તો એમ સમજી તેને પશ્ચાતાપ કરી નિર્મળ થવાનું છે.