________________ 142 હું આત્મા છું શ્રીમદુછ જિનેશ્વરના ચરણોનું દાસત્વ સ્વીકારે છે અને ચરણમાં અગણિત વંદન કરે છે. વળી જિનેશ્વર પ્રત્યે કેટલું માન ! કેટલો આદર ! જિનેશ્વરની મહત્તા જેને હૈયે વસી છે તેનું હૈયું જ જિનના ચરણમાં ઝૂકે, અન્યનું નહીં! શ્રીમદ્જીએ પિતાની શ્રદ્ધા-ભક્તિનું સમર્પણ જિનેશ્વરના ચરણોમાં કર્યું! બસ, આત્મસિદ્ધિ શાસ્ત્ર, જિનવરની ચરણ–વંદનાની સાથે-સાથે અહીં સમાપ્ત થાય છે. ચાર મહિના સુધી આ શાસ્ત્રનું વિવેચન અહીં કર્યું. આ શાસ્ત્રના ભાવે અતિ ગંભીર છે, અત્યંત રહસ્યપૂર્ણ છે. જેમણે આ શાસ્ત્ર લખ્યું તેઓની આત્માનુભૂતિથી નીકળેલા એક-એક શબ્દ અણમૂલ છે. મારા જેવા અલ્પજ્ઞાની, છદ્મસ્થ જીવ, આવા ગહન શાસ્ત્રને ઉકેલ કરવા પ્રયાસ કરે, તેમાં ક્ષતિ થવાની સંભાવના છે. હું આ શાસ્ત્રના ભાવોને પૂર્ણ ન્યાય ન આપી શકું તે સહજ છે, અંતે તે આપણી બુદ્ધિની એક સીમા હોય છે. શાસ્ત્રોના ભાવો અસીમ હોય છે. એ અસીમનું વર્ણન અસીમ શું કરી શકે? તેથી જ શાસ્ત્રોના અભૂત ભાની અભિવ્યક્તિમાં કયાંય પણ ક્ષતિ થઈ હોય તે આજે શાસ્ત્ર સમાપ્તિના પ્રસંગે શ્રી જિનેશ્વરના ચરણોમાં ક્ષમા ચાહું છું. આજના આ પાવન દિવસે કે અદ્દભૂત યોગાનુયોગ સજાર્યો છે કે શાસ્ત્રની આજે આપણે પર્ણાહુતિ કરીએ છીએ એ જ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતિ છે. જેઓએ આ ધરા પર જન્મ ધારણ કરી જનમાનસ પર અનહદ ઉપકાર કર્યો. પોતે આત્મકાર્ય સાધી ગયા અને અન્ય માટે રાહ પ્રશસ્ત કરી ગયા. તેઓએ મહદ્ ઉપકાર તે એ કર્યો કે જિનેશ્વરનાં પ્રરૂપેલ તને ભાષાકીય દષ્ટિએ સરલ કરી આપ્યા. સર્વ સાધારણ માનવ પણ તેને સમજી શકે, તેવા રૂપમાં-કાવ્ય પત્ર કે સુભાષિતાના રૂપમાં-આપણને આપ્યા. વળી ખરેખર જેના અંતરમાં મુમુ સુતા જાગી છે તેના માટે શ્રીમદ્જીનું સાહિત્ય અત્યંત ઉપકારી છે. કેઈ પણ પ્રકારના આગ્રહ વિના માત્ર તટસ્થ ભાવે શ્રીમદ્જીના સાહિત્યનું પરિશીલન કરનાર વ્યક્તિ રાગ-દ્વેષની ઉપર ઉઠી શકે છે. આ કે તે મત સંપ્રદાયના અહંને છેડીને શાસ્ત્રનું અવગાહન જીવ માટે ઉપકારી થઈ શકે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું બીજું એક અનેખું કાવ્ય છે તેમનું